________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૨૦
એક કામવૃત્તિને વિશદતાથી સમજવા માંગે તો જન્મારા આખાના મંથન-પરામર્શ ઓછા પડે. એક લોભવૃત્તિને વિશદતાથી સમજવા માંગે તો પણ, – અરે કોઈપણ વૃત્તિનો તલસ્પર્શીતાગ મેળવવા મથે તો જન્મારો આખો ઓછો પડે – માનવી શું જાણપણાનું ગુમાન કરે છે ?
વિષયની અગાધતા અને જગતજીવોની અપાત્રતા જોઈ પ્રાયઃ પ્રત્યેક જ્ઞાની મૌન થઈ જવું જ વધુ પસંદ કરે છે. આથી જ પરિપૂર્ણ જ્ઞાની થઈને પણ અગણિત મહાત્માઓ મૌન-પરમાન જીવી જાય છે – એક અક્ષર પણ એ ઉચ્ચારતા નથી.
થઈ શકાય તો પરમમૌન અને અંતર્લીન થઈ જવા જેવું છે. ઉપદેશ દેવાની ચળ ઉઠે છે એ આત્મલીનતાની એટલી કમી જ સૂચવે છે. તીર્થકરો કેવલ્ય દશા ન થાય ત્યાં સુધી મૌન જ રહે છે. ઉપદેશ દેવા નવો અવતાર તો એ પણ ધારણ કરતા નથી. ખૂબ શોચનીય વાત છે આ.
જૈનમાર્ગ અજન્મા થવા અર્થે છે. નવો જન્મ કોઈપણ બહાને ય વાંછવાનું વિધાન નથી. જગતહિત ખાતર પણ નવો જન્મ ધારણ કરવાની આગમો ના કહે છે. પ્રથમ તો ઉપદેશ દેવાનું છોડી: પરમકારૂણ્યવૃત્તિ પણ થંભાવી દઈ; પોતાનું જિનસ્વરૂપ સાધવાનું વિધાન છે.
ભાઈ ! તું જિનની આજ્ઞાને પરમ પરમ ગંભીર થઈ એનું હાર્દ સમજવા પૂર્ણ કોશીશ કરજે. જ્ઞાનીઓ પરમકારૂણ્યવૃત્તિ પણ શમાવી દઈ પ્રથમ નિજના જિનસ્વરૂપનું પ્રાગટ્ય કરવા કહે છે એની પાછળ અનંતગંભીર આશય રહેલો છે હોં!
ક્યાંય અટકવું નથી – ક્યાંય કરતાં ક્યાંય અટકવા જેવું નથી. મોહના ઝંઝાવાત જો ન નડતા હોય તો નિગ્રંથ થઈનિતાંત નિજસ્વભાવમાં જ નિમજ્જન કરી જવા જેવું છે. પ્રથમમાં પ્રથમ પોતાના પ્રભુત્વનું પ્રાગટ્ય પરિપૂર્ણ કરવા ઓતપ્રોત-આત્મરત થઈ જવા જેવું છે.
DOS પોતાનું મન જ અરિસા જેવું છે – એ બધું સ્પષ્ટ દર્શાવી દે તેમ છે. જો પોતાને હજું મોહ નડતો હોય તો જગતને નિર્મોહી થવા ઉપદેશ કરવો એના જેવું સ્વપરવંચક ને હાનીકારક કાર્ય બીજું એકપણ નથી.