________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૩૨.
ભોગના માર્ગે મણ સુખ લેવા જતાં ટન દુઃખ વળગી જ જાય એવી વિડંબના છે. આવા ધોખાબાજ સંસારનો વિશ્વાસ કરનારા હરકોઈ ધુર ધુરૂ રડ્યા વિના રહ્યા નથી. હસાવતો સંસાર કઈ પળે ફલાવતો બની જાય એ કહેવાય એવું નથી.
ત્યાગની નિરંતર વાતો કરતાં રહેવી ને અંતરથી મૂછ છોડવાના બદલે સંસારને સજ્જડતાથી પકડતા જ જવું એવી ફાવટ જીવને જચે છે. પરંતુ અવસર વીત્યા બાદ અનહદ પસ્તાવાનું છે – પછી પસ્તાયાથી વળશે શું? કંઈ નહીં.
ભેખ ગૃહસ્થનો છે કે ત્યાગીનો છે એ કુદરત જોતી નથી. ભીતરમાં મૂછ પ્રજ્જવળે છે કે મૂછ મંદ કરી છે? એ જ લક્ષનીય છે. મૂછ માત્ર ઉતારી નાખવા જે તત્પર છે એ જ ત્યાગી છે – બીજા કોઈ પરમાર્થથી ત્યાગી નથી.
નિષ્ઠાવાન સાધકો મન-વચન-કાયાના ઉત્તમ સંયમી હોય છે. મન પણ સંયમી હોવાના કારણે મુખમાં રામ અને મનમાં કામ એવી દશા એમની હોતી નથી. અંતરથી એ ત્યાગી હોય છે – ને – બાહ્યાંતર નિગ્રંથ થવા સમુત્સુક હોય છે.
ઉત્તમ સંયમવાન સાધકો કોઈ નિરર્થક વૃત્તિમાં મનને પરોવાવા દેતા નથી. નિરર્થક કોઈ વિષયમાં માથું મારતા નથી: નિરર્થક એક અક્ષર પણ બોલવા રાજી નથીઃ કાયાની પણ કોઈ નાની-મોટી ચેષ્ટા નિરર્થક કરવામાં માનતા નથી.
ભાઈ ! મન-વચન-કાયાના ઉત્તમ સંયમ માટે આત્મધ્યાનની અસીમ આવશ્યકતા છે. સતત જાગૃત અને અસ્મલિતભાવે આત્મસ્મરણમાં રહેવાય તો સ્વાભાવિક સંયમ ઉદ્દભવીત થાય છે. આવા સંયમ વિના, ત્યાગ બોજારૂપ બને છે.
ઉચ્ચકક્ષાના સાધકને કદીક પ્રમાદવશ થોડી પણ પામરતા રહે તો એનું અંત:કરણ અવશ્ય ખિન્ન થાય છે. ચિત્તપરિણતિની ચંચળતા એને લેશ પણ સુહાતી નથી. નિશદિન નવા નવા આત્મવિકાસ વિના એને જંપ વળતો નથી.