________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૩૬
પોતાનું ભાવાતીત અસલી સ્વરૂપ એક ક્ષણ પણ વિસરવા લાયક નથી. કોઈપણ ભાવ સાથે ચોંટવું નહીં – આસક્ત થવું નહીં. સર્વ ભાવોથી પાર એવા શૂન્યચિત્તમાં વસવામાં જે નિરાકૂળતા છે – જે નિજાનંદની મસ્તી છે – એ કોઈ ભાવવિશેષમાં નથી.
ભાઈ? ગમે તેવી પણ ભાવવિભોર અવસ્થા એ વિશિષ્ટભાવ છે. – એ શાશ્વત એવો સહજ સ્વભાવ નથી. ચિત્તની નિસ્તરંગ અવસ્થા એ શુદ્ધ સ્વભાવ છે. ભાવવિભોરતા આવે ને જાય...સાધકે તો નિરંગ શુદ્ધ સ્વભાવની જ રતી રાખવી ઘટે છે. ઘણી મહાન વાત છે આ.
અસ્થિર ભાવોને પકડી રાખવા લાખ પ્રયત્ન કરીશ તો ય અસ્થિર, હાથમાંથી છૂટી જવાનું છે તે નિયમથી છૂટી જવાનું છે. એના આશ્રયે ચીરસ્થાયી સુખ-ચેન કલ્પેલ હશે તો નિયમથી હંમેશ પસ્તાવાનું જ રહેશે. આશ્રય તો કરવા યોગ્ય છે માત્ર ધ્રુવસ્વરૂપનો...
બધા રંજન મનોરંજનના ખ્યાલ અને ખ્વાબ ત્યજીને, એક નિરંજનનું લક્ષ અને તેનો જ આશરો ગ્રહણ કરવા યોગ્ય છે, નિરાગતા આત્માનો સ્વભાવ છે. સ્વભાવને પીછાણી સ્વભાવમાં પ્રચૂરપણે કરવું એ જ તમામ તત્ત્વજ્ઞોનો સાર-બોધ છે. ઝાઝું શું કહીએ ?
પોતાને પ્રિય લાગે છે તે વસ્તુ વસ્તુતઃ પ્રિયંકર છે કે માત્ર પરાપૂર્વના અધ્યાસથી જ એ પ્રિય લાગે છે? ભાઈ ! આ જીવમાં અનાદિથી જતભાતના પ્રબળ સંસ્કારો દઢ થયેલા છે. એ સંસ્કારોના કારણે પણ પદાર્થમાં રતી-પ્રીતિ થયા કરે છે.
એક દિવસ જે પ્રિય લાગે એ જ બીજા દિવસે અપ્રિય લાગે ને એકવેળા જે અપ્રિય ભાસે એ જ બીજી વેળાએ પ્રિય ભાસે...ભાઈ પ્રિય કે અપ્રિય જેવું વસ્તુમાં કાંઈ છે જ નહીં. છતાં આપણને ભાસે છે એ આપણા જ મનના આરોપણના કારણે ભાસે છે.
આત્માનું અનંત હીત સાધવા તત્પર થયેલ સાધકે કોઈપણ વસ્તુમાં પ્રિય કે અપ્રિય એવી મહોર લગાવવાની નથી. વસ્તુ માત્ર વસ્તુ છે. પ્રિય કે અપ્રિય કશું નથી. પ્રિય-અપ્રિયપણાનો મિથ્યા ખ્યાલ છૂટશે તો જ શ્રેયના માર્ગે જવાનો અવકાશ થશે.
13.
ઈ.
SS SSSSSSSSSSSSSSSSSS DETJTBHસમસESTITUTES: