________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૪૪
પોતે નિસ્પૃહભાવે સાચો રસ્તો બતાવે છતાં સામો વ્યક્તિ ધરાર એ રસ્તો અપનાવે જ નહીં અને વિઠ્ઠાઈપૂર્વક અવળો જ ચાલે તો પણ શાસ્ત્રકારોએ સાધકને મધ્યસ્થભાવ અને સમતાભાવ જાળવી રાખવા ભલામણ કરી છે.
કોઈપણ મિષેય કોઈપણ આત્મા સાથે વૈરની પરંપરાઓ ખડી ન થાય એમ વર્તી જવા જ્ઞાનીઓની શીખ છે. સામાને વર વધારવાનો એક પણ મોકો આત્માર્થીએ આપવો ઘટે નહીં. આ અર્થે કેટલો અપૂર્વ મનોસંયમ જોઈએ ?
પોતે વેરબંધ બાંધવા ઈચ્છે નહીં – સંપૂર્ણ ભલાઈથી વ... છતાં સામો જીવ વૈર વધારે તો ઉપાય નથી. પોતે એના આક્રોશમાં વૃદ્ધિ થાય એવું નિમિત્ત પુરૂં પાડવું ઘટે નહીં. બાકી, સામાજીવના પરિણામો અર્થાત્ મનોભાવો ઉપર કંઈ પોતાનો કાબૂ નથી.
બૂરાઈની સામે પણ બની શકતી ભલાઈ દાખવવી. કદાચ નીતરતી ભલાઈ જોઈ ક્યારેક સામાજીવનું હૃદયપરિવર્તન થાય પણ ખરૂં સામાનું પરિવર્તન થાઓ તો થાઓ – પણ પોતાના ભલા વર્તનથી પોતાને તો અસીમ ફાયદો જ છે.
સામાની બુરાઈની ચોંટ હૃદય ઉપર બિલકુલ લો જ નહીં. સામાના ગેરવર્તનને સમસ્યારૂપ ગણી ચિંતિત થવાના બદલે સાહજિકતાથી લો. – બિલકુલ સાહજિકતાથી લો – જાણે કોઈ સમસ્યા છે જ નહીં એમ વિકલ્પમુક્ત રહો.
ભલાઈ દાખવીને પણ ગણના ન કરવી કે મેં આટલી આટલી ભલાઈ દાખવી – તો ય (!)...ભલાઈ કરીને પણ તત્કણ ભૂલી જવી – એનું ગૌરવ ન વાગોળવું. બસ બુરાઈ એનો સ્વભાવ છે એમ ભલાઈ મારો સ્વભાવ છે. – ને સ્વાભાવિક જીવવું મારું કર્તવ્ય છે.
કોઈપણ વ્યક્તિના વર્તનમાં ઘણા કારણો કામ કરતા હોય છે. વ્યક્તિનો મિજાજ વ્યક્તિનો ઉછેર. વ્યક્તિના પરાપૂર્વના સંસ્કાર, વ્યક્તિની માનસિક-શારીરિક ક્ષમતા, વ્યક્તિનું જ્ઞાન, એની સોબત જેવા અનેકાનેક કારણે કામ કરતા હોય છે.