________________
૧૪૫
સાધનાપથ અને આત્મજ્ઞાન
આડું વર્તન કરે એટલે એ વ્યક્તિ આપણી દુશ્મન જ હોય એવું નથી, આડોડાઈ વ્યક્તિની પ્રકૃતિમાં હોય એમ પણ બને. પ્રકૃતિનો નિગ્રહ બહું દુષ્કર કામ છે. વ્યક્તિનો એવો જ સ્વભાવ સમજી દરગુજર કરવી ઘટે. કડવા કેમ ?” – એવો સવાલ કારેલાં માટે હોય ?
કોઈની આડોડાઈની નોધ હૃદયમાં સંઘરો નહીં. નહિતર તમારાથી પૂર્વગ્રહયુક્ત વર્તન થયા વિના રહેશે નહીં. બીજાના દોષને તરત જ ભૂલી જાઓ. એ પુનઃ મળે ત્યારે પૂર્વગ્રહયુક્ત વર્તન દાખવો નહીં. નુતનદષ્ટિથી જ એને નિહાળી રહો. આ બહુ મહત્વની વાત છે.
@ s કોઈક ચિંતકે ખરૂં જ કહ્યું છે કે, જ્ઞાની પણ એટલા અજ્ઞાની છે; એ અજ્ઞાની જીવને સમજી શકતા નથી. અજ્ઞાની જીવને સમજતા શીખો, તો એને સહેલાઈથી દરગુજર કરી શકશો. તમારા ગજથી અજ્ઞાનીને માપો નહીં.
માનવીનું મન એવું વિલક્ષણ છે કે માંધાતા જ્ઞાનીઓ પણ એના રહસ્યનો પૂર્ણતાગ પામી શકતા નથી. સામાની મનોદશા સમજી ન શકો ત્યાં સુધી એના ચાહે તેવા વર્તનનો ધડો ન લ્યો – હળવાશથી જતું કરો. એની વિષમ મનોદશાના કારણો ખોજવા-સમજવા યત્નશીલ થાઓ.
માનવી જાણીબુઝીને આડોડાઈ કરતો હોય તો પણ એ એના અચેતનમનમાં દબાયેલા સંસ્કારોખ્યાલોના કારણે કરે છે. આડોડાઈનો જવાબ પણ સરળતાથી આપે એનું નામ ખરો મુમુક્ષુ – બાકી મોક્ષ કાંઈ રેઢો ઓછો પડ્યો છે ?
જેને નવા માઠા સંબંધોમાં બંધાવું નથી પણ છૂટવું છે એણે કેવી તકેદારી રાખવી જોઈએ ? બને ત્યાં સુધી કોઈ જીવ, પોતાની સાથે વરના અનુબંધ ન બાંધે એની પરમ કાળજી કરવી ઘટે. પોતે પરમ મધ્યસ્થ થઈ મૌનપણે સામાની આડોડાઈ પણ સહી લેવી ઘટે.
આસાન નથી ભાઈ સામાની અકારણ ખડી થતી હરકતોને પણ અપ્રતિકારભાવે વેઠી લેવી આસાન નથી. પણ જો નવા વૈરાનુબંધોના ચકકરમાં ન ફસાવું હોય તો એ જ ઉપાય છે. સમભાવ જાળવી રાખવો. ખમી ખાઈને પણ ‘સમભાવ જાળવી રાખવો.