________________
૧૫૩
સાધનાપથ અને આત્મજ્ઞાન
સાચા આત્મધ્યાનીનર સ્વભાવતઃ જ જિતેન્દ્રિય હોય છે. ઇન્દ્રિયાનંદમાં એમની મતી-રતી હોતી નથી. ઇન્દ્રિયોના એ સ્વામી હોય છે. પાંચ ઇન્દ્રિય અને છઠું મન એમના સંપૂર્ણ તાબામાં હોય એમની પ્રગાઢ સ્થિરતાને કોઈ બાધા પહોચાડી શકે એમ નથી.
ભાઈ.! આત્મધ્યાન તો ત્રણભુવનનો પરમ શ્રેષ્ઠ પદાર્થ છે. દેવો કે ઇન્દ્રો પાસે પણ એના જેવું સો’ બિલકુલ નથી. એની સમાધિ સ્વાભાવિક અને સર્વોત્તમ કક્ષાની હોય છે. હવે પૂર્ણ સંતોષ છવાયો હોય, અપ્રસન્નતા ઊપજવાનું કોઈ કારણ જ નથી.
ધ્યાનનો એક હેતુ આત્મવિશુદ્ધિ છે. જેટલી અવગાઢ સ્વરૂપસ્થિરતા જામી શકે એટલી અવગાઢ આત્મવિશુદ્ધિ સહજતાથી નિષ્પન્ન થાય છે. પોતાની જાત બાજુ નજર જામવાથી જાતના ગુણદોષ ગહેરાઈથી જણાય આવે છે. અને દોષ જાણી સહજ જ કંપારીઓ પેદા થાય છે.
જીવનની અગણિત ભૂલો ક્યારે સુધારી શકાય ? ભૂલોનું હૃદયવેધક સાચું ભાન થાય ત્યારે. જ્યાં સુધી ભૂલોનું હૃદયંગમ જાન લાધતું નથી; ત્યાં સુધી એની સુધારણા જોગો મહાન આંતર તાપ પેદા થતો નથી. ભૂલોનું કંપાવનારું ભાન પેદા થવું એ મહાભાગ્યની નીશાની છે.
@ s બહુ મધ્યસ્થ અને વિચારક માનવી જ પોતાની ભૂલો દેખી-પેખી શકે છે. પોતાની ભૂલ સમજવા અને સ્વીકારવા ઘણી ગહન પ્રમાણિક અને સરળતાની જરૂરત પડે છે... અને એ બહુ વિરલ સાધકોમાં હોય છે.
પ્રામાણિક પુરુષે કોઈપણ ઘટનામાં સામાની ભૂલ જોતા પહેલાં એ તપાસી જવું ઘટે કે, એમાં પોતાની કાંઈપણ ભૂલ થાય છે ખરી ? સજ્જન માણસનું એ કામ છે કે પોતાના પક્ષેથી થતી ભૂલને પ્રથમ દૂર કરવી.
ભાઈ... પોતાની ભૂલ જોવા ઘણા નેકહદયની જરૂરત પડે છે. અજ્ઞાની જીવો કદીપણ પોતાની ભૂલ ગવેજી શકતા નથી. માત્ર સાચા જ્ઞાનીપુરુષ કે જેને અંત:કરણથી સચ્ચાઈનો અવિહડ પ્રેમ છેએ જ પોતાની ભૂલ જોઈ શકે છે.