________________
૧૪૭.
સાધનાપથ અને આત્મજ્ઞાન
કોઈ વિશિષ્ટ કાર્ય સાધવું હોય તો પહેલા જ્ઞાની પુરુષની સંમતિ લઈ પછી જ કરવું ઘટે છે. જ્ઞાનીની આજ્ઞા અનુસાર વર્તનાર જીવ અલ્પકાળમાં અમાપ હિત સાધી શકે છે એમાં બે મત નથી. જ્ઞાનીઓની આજ્ઞા અવગણીને તો અનંતકાળથી રખડ્યો છે જીવ.
0s જ્ઞાની તો અંતરમાં ઠરેલા હોય છે. એમની વાણી ઉપશમરસથી ભરપૂર હોય છે. એ રાડારાડ નથી કરતાં– પરમ સમતાથી સત્ય પ્રકાશે છે. જીવને અંતરમાંથી પ્રતીતિ આવી રહે છે કે આ પુરુષ જરૂર મારો ભવનિસ્તાર કરી શકશે. મહદ્દપ્રાય: તો જ્ઞાની મન-અંતર્મુખ હોય છે.
જ્ઞાની સ્થિતપ્રજ્ઞ હોય. એમના બોધમાં ગહેરો અનુભવ સમાવિષ્ટ હોય છે. વાક્ય વાક્ય અનુભવનું અમૃત નીતરતું હોય છે. ઘેરા સ્વાનુભવમાંથી વાણી નીકળતી હોય, શ્રોતાને હાડોહાડ અસર કરી જાય છે. વાણીમાં પરમશાંતરસ પ્રવહેતો હોય છે.
જ્ઞાનીજન તો આત્માનુભવના અઠંગ રસીયા હોય, બોધ દેતા પણ એ વારંવાર અંતર્લીન થઈ આત્માનુભવનો દોર સાંધી લેતા હોય છે. વાક્ય વાક્ય એ અંતરમાં ઉતરી અનુભવનો આસ્વાદ લેતા હોય, એમની વાણી અનુભવથી રસાયેલી હોય છે.
અહાહા, જ્ઞાનીને જેમણે ઓળખ્યા છે ને એમની અનુભવવાણી પરમશ્રદ્ધાથી પીધી છે એનું જીવન અમૃતરસના કુંડ જેવું બની રહે છે. જ્ઞાનીનો બોધ એના સમગ્ર જીવનમાં વણાય જાય છે...વહેલો મોડો એ પણ જ્ઞાની બની જાય છે.
જ્ઞાની ઉપદેશમાં કોઈની વ્યક્તિગત નિંદા કરતા નથી. પરમકારુણ્યવૃત્તિવાળા હોય છે. જ્ઞાનીનું હાર્દ એવું પરમોદાત્ત હોય છે કે કોઈ શુદ્ર વાત એ ઉચ્ચારતા નથી. એમના હૈયામાં પણ કોઈ શુદ્ર વાત ઉદ્દભવતી નથી. કોઈને તાકીને ઉપદેશ એ કરતાં નથી.
DON જ્ઞાની સ્વભાવમાં ઠરેલા છે – ખૂબ ઊંડા ઠરેલા છે – સમીપ આવનાર સર્વને એ ઠારનારા છે. જ્ઞાનીની ચિત્તપ્રશાંતિ જોઈને જ જોનાર અભિભૂત થઈ જાય છે. એમની શાંતરસ નીતરતી વાણી સાંભળતા સાંભળનારના હેયે પણ ટાઢકના શેરડાં પડે છે.
E
કWW.
553
SATEST