________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૧૮
નિરહંકારીપણાનો ડોળ માનવી ગમે તેટલો કરે પણ સંગુપ્તપણે એ ભ્રમ, એ ખ્યાલ પ્રબળ રહી જાય છે કે હું ઘણો ઉત્કૃષ્ટ સાધક છું – મેં ઘણો દિઈ કલ્યાણપંથ સાધેલ છે !! આ ઘણો શુદ્ધ થયેલો પણ ભંડો અહંકાર' જ છે.
માનવીનો અહંકાર મિથ્યા છે પણ એ અહંકાર પાછળ પણ વજૂદ જરૂર છે. માનવીએ ધર્મ અને અધ્યાત્મના નામે પુરુષાર્થ તો નિશ્ચિમ કર્યો છે...એ પુરુષાર્થ સમ્યફ થયો કે અસમ્યફ એની કોઈ ગવેષણા માનવી કરતો નથી તેથી જ એનો ગર્વ ગળતો નથી.
અથાગ પુરુષાર્થ છતાં...જીવનમાં ખરૂ સાધીતવ્ય કેટકેટલું ચૂકાય ગયું ને ભળતી જ ભાવનાઓ – ભળતી જ જંગી કલ્પનાઓની સફર કેટલી ખેડાણી, એનો ચિતાર જો દષ્ટિ સમક્ષ આવે તો માનવ હીબકે હીબકે રડી રહે એવું છે.
વ્યર્થ કલ્પનાના વમળમાં ચકરાયા કરવું અને માનવી વિરાટુ ધર્મસાધના માની લે છે. ધરાર ક્રાંતિ સિવાય એમાં ખાસ તથ્ય હોતું નથી. પણ એ હકીકત માનવીને સમજાવવી કેમ?-કાશ, પ્રત્યેક માનવી સંગૂઢપણે પોતાને સર્વાધિક શ્રેષ્ઠ સાધક માનતો હોય છે!
હું કાંઈ જ જાણતો નથી એટલું જ સચોટ જાણવા માનવીએ ઘણી દીર્થ ચિંતનયાત્રા ખેડવી પડે છે. કોઈપણ વિષયનો તલસ્પર્શીય તાગ લેવા માનવી મથામણ કરે તો જ ઉપર્યુકત પ્રતીતિ એને લાધી શકે છે કે, કાંઈ જ જાણતો નથી.”
ભાઈ ! દુનિયામાં જ્ઞાની કે મહાજ્ઞાની તરીકે પંકાતા હજારો-લાખો એવા છે કે એ કોઈ વિષયનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા નથી, – અને છતાં – પોતાનું અજ્ઞાન છૂપાવવા જરૂર કરતા પાર વિનાનું વધારે ગાજી ગાજીને ઉપદેશ કરતા હોય છે.
કેટલાયે વિષયના ગહન ચિંતનમાં ઉતરું છું ત્યારે... મને હું ગમ વગરનો અને ઘણો મૂઢ માલૂમ પડું છું...ખરેજ માનવો કોઈ વિષયનો અતળ તાગ લેવા યત્નવંત થતો નથી માટે જ પોતાને અજ્ઞાની કબૂલી શકવા સમર્થ થતા નથી.