________________
૧૧૭
સાધનાપથ અને આત્મજ્ઞાન
ભાઈ ! ખોટા પગલા ભરો તો શું મળે ? વિષાદ અને વિનિપાત જ મળે ને? મુક્તિ પામવી હોય તો કેવી અપૂર્વ અપૂર્વ સમજદારી વર્તવી પડશે એ કહ્યું જાય એવું નથી. મહાન સમજદારી વિકસિત થયા વિના એ હેતુ સફળ થાય એમ નથી.
ભાઈ ! મુક્તિ મેળવવી જ હોય તો, આસક્તિ અને અનુરાગના બધા બંધનો છેદવા પડશે. અપૂર્વ સમજદારી જાગ્યા વિના મહાન વિવેકબળ જાગૃત થવાનું નથી અને એ વિના મોહના નિબિડ બંધનો છેદાવા સંભવ નથી – તો મુક્તિ કેમ કરી પમાશે ?
ખરી સમજદારી પોતાના અજ્ઞાનના વિનમ્ર સ્વીકારમાં છે. સાધક જેમ જેમ વિચારણાના ઊંડાણમાં ઊતરતો જાય છે તેમ તેમ એને ઘણું યથાર્થ વસ્તુદર્શન લાવે છે અને સાથોસાથ અપાર જાણવાનું બાકી રહી જાય છે હજુ – એવો પોતાના ઘણા અજ્ઞાનનો બોધ પણ લાવે છે.
જON વસ્તુસ્થિતિના સઘળા પાસા જાણ્યા વિના નિર્ણય આપવાનું પ્રાજ્ઞજનને પાલવતું નથી. અલબત, બીજા જનો કરતાં એ ઘણું વ્યાપક વસ્તુદર્શન સાધી શકતા હોય છે – તો પણ પોતાને ઉજ્જવળ ભાન છે કે હજું ઘણી ગહેરાઈ ખેડવી બાકી છે.
પ્રાજ્ઞજન તો બનતા પ્રયાસે મને જ રહેવા ભાવનાશીલ છે. કોઈ વિષયનો અંતિમ નિર્ણય આપવો એ કેટલું ગહન કપરું કામ છે એ માત્ર તેઓ જ જાણે છે. આથી પ્રાયઃ કોઈ વિષયમાં એ અંતિમ નિર્ણય આપતા નથી. – નિરાગ્રહીને અત્યંત મીતભાષી બની રહે છે.
પોતાની સમજણનો દેખાડો કરવો એમાં કોઈ સમજદારી નથી. પાત્ર ન જણાય એવા કોઈ સાથે તો ચર્ચા-વિચારણા કરવી પણ ઉચિત નથી. પણ પાત્ર સાથે પણ પરિમિત ને પ્રયોજનભૂત વિચારણા કરવી – સમજણ દેખાડવા કશું બોલવું નહી.
જીવનમાં ક્યા ક્યા સાધીતવ્યો ચૂકાય ગયા છે એ ગહન પરિખોજનો વિષય છે. માનવી જીભાજોડી અને વ્યર્થ ખેંચાતાણી પારાવાર કરે છે પણ આંતર પરિખોજ મુદલ કરતો નથી. આથી કલ્યાણનો ખરો ઉપાય તો આદરી શકાતો જ નથી.