________________
સાધનાપથ અને આત્મજ્ઞાને
૧૨૮
ગરજ જીવે...લોકમાં ન મળ્યું એ બધુ પરલોકમાં સાંપડી રહે એવી પુણ્યકર્મની પાકી (!) ગોઠવણ કરી લીધી છે. પાગલ થઈ એ પુણ્ય ભેગું કરવામાં મચ્યો છે ! આ પણ કેવળ વાસનાનો જ વિસ્તાર છે. – પુણ્યના મિષે જીવ ગાંડો વાસનાતુર બન્યો છે. કોણ ઉગારે આમાંથી ?
સર્વ વાસનાઓથી વિમુક્ત થવાના જ વિમળાશયથી વીતરાગમાર્ગની ઉપાસના કરનારા તો વિરલમાં વિરલ હશે ! બાકી બધા ધર્મ કે પુણ્યના નામે વાસનાનો જ વિસ્તાર વધારી વધારીને ઉલ્ટા વધુ ને વધુ ભારેકર્મી જ બની રહ્યાં છે !
મનના ગાંડપણને ભલીપેરે પિછાણી જાણો – ભાઈ મનની ગાંડી માંગને પિછાણી એ માંગ ન જ પુરવા નિજયી બનો. મનને જો નિપુણ રીતે પિછાણતા શીખશો તો એની પાગલ માંગણીઓને પરવશ નહી બનો. જરૂર પડે છે મનને પૂરી પ્રવિણતાથી પિછાણવાની.
મન પાગલ પણ છે અને પામર પણ છે...એની વિકૃતરુચિને પણ પીછાણવી ઘટે. મન સ્વૈરવિહારી બની આપમેળે જે તે અરમાનો કરે છે. સાધકે અંતપ્રજ્ઞા વિકસિત કરીને આ અરમાનોનું નિરીક્ષણપરીક્ષણ અને પરિશોધન કરવાનું છે. સદેવ...
મન આત્માને મજબૂર કરવા મથે છે – પોતાની માંગપૂર્તિ અર્થે. બસ ‘અમૂક મૂક મળી જાય તો હું તૃપ્ત થઈ જઈશ' – એવા એ કોલ આપે છે. વાસ્તવમાં કશું ય આપવાથી મન તૃપ્ત બની રહે એ ખ્યાલ જ ભ્રામક છે. તૃપ્તિનો ઉપાય સાવ નીરાળો છે.
જઈOS તૃષ્ણા જ જેને રૂચે-જચે છે, એને તૃપ્તિનો સુગમ-સરળ ઉપાય બંધ બેસવાનો નથી. કોઈ પણ મિષે જો મનને સંતોષી બનાવી શકાય – જો કે એ ઘણું દૂર્ઘટ છે. – તૃષ્ણાના તોફાનથી બચાવી શકાય; તો જ મન નિષ્ક્રિય-શાંત બની, આત્માધીન થાય. અહાહા... મન આત્માધીન થાય તો બેડો પાર છે.
નીતિ કહે છે કે નાદાન સ્ત્રી માંગે એટલું બધુ પુરુષે નહીં આપવું જોઈએ નાદાન સંતાન માંગે એટલું બધુ જ પિતાએ નહીં આપવું જોઈએ. એમ અનુભવી પુરુષો કહે છે કે મન માંગે એટલું બધુ જ એને પુરૂ પાડવું હિતાવહ નથી. યોગ્ય માંગણી જ પૂરવી ઘટે: અયોગ્ય નહીં.