________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૦૬
સ્થિતિને ભૂલવી કપરી છે....સ્થિતિને છેક જ ભૂલી અર્થાત્ નજરબહાર કરી; સ્વરૂપમાં ઢળી જવું આસાન નથી. કારણ અનાદિથી જીવ સ્થિતિને જ જોતો-રોતો આવ્યો છે. સ્વભાવ બાજું વળી-ઢળી જવાની એને આદત નથી.
70
સ્થિતિ બાજું જોઈ જીવે ક્ષણિક સ્થિતિ તો અનંતવાર સુધારી-સંવારી છે. એથી કામચલાઉ હાલત સુધરી પણ હશે – પરંતુ આખરે એના એ જ હાલ થયા છે. સ્થિતિ બાજું લક્ષના કારણે એ કદીપણ સ્વભાવ બાજું લક્ષ કરી શકેલ નથી.
0
હવે સ્થિતિ બાજું નહીં; સ્વભાવ બાજુ સુદૃઢ લક્ષ કરવું-કેળવવું રહ્યું. બસ, સ્થિતિ તો એ પછી સહજતયા સુધરવાની છે. એ પણ કામચલાઉ નહીં પણ કાયમી-શાશ્વતકાળ માટે પૂર્ણ સુધરી જશે. માટે શીઘ્ર ‘સ્વ’ બાજુ લક્ષ ઢાળવું રહ્યું.
70
ભાઈ, અનાદિકાળનો અભ્યાસ તને હજુ પણ અવારનવાર સ્થિતિ બાજુ જ જોવા મજબૂર કરશે. તું નહીં ઈચ્છતો હો તો પણ સ્થિતિ તરફ જ દૃષ્ટિ દોડી જશે. સ્થિતિની ચિંતા કરવા કરતાં, સ્વની તરફ વળી-ઢળી રહે, તો સ્થિતિ સ્વતઃ ભગવતી બની રહેશે.
0
ભાઈ, તું બહુ જ અલ્પકાળમાં ભગવત્સ્વરૂપ થઈ કૃત્યકૃત્ય બની રહે એવો અચૂક ઉપાય, સ્વને ઓળખી, સ્વ બાજુ ઢળી જવાનો છે. તને અદ્ભૂત શાંતિ-તોષ લાધશે. તારા તમામ દોષો ગાયબ થઈ જશે ને સર્વ ગુણો સહજતાથી ખીલી ઉઠશે.
જી
અહાહા.... •મુક્તિપંથના પ્રવાસી મને શેની ભાંજગડ છે ? કશાની નહીં. મારે તો સિદ્ધ થવું છે; શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર થવું છે. શીઘ્ર સંસારના સકલભાવોથી પરિમુક્ત થવું છે. હે ચિત્ત ! હવે તું ભાંજગડ કરવાનું બંધ કરી દે...બંધ કરી દે.
70
ભગવાન સિદ્ધોએ સિદ્ધ થયા પૂર્વે જ જગતની તમામ ઉપાધિ, ચિત્તમાંથી ખંખેરી નાખેલ હતી. જગતના હિતની પરવા પણ આખરે મૂકી દીધેલ અને નિષ્યેવળ નિસ્વભાવમાં નિમજ્જન કરેલું...ત્યારે તેઓ સિદ્ધ થયા છે.