________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૧૨
આંતરીક પરિણમન સંશુદ્ધ અને સુસંવાદી કરવા સાધકે અંતરના ઊંડામાં ઊંડા કેન્દ્ર સાથે તદ્રુપ થઈ રહેવું ઘટે છે. – કારણ પ્રત્યેક પરિણમનનું ઉદ્ગમ કેન્દ્ર એ છે. ત્યાં દષ્ટિ ઠેરવવાથી વિષમ પરિણમન પ્રગટ જ થવા પામતું નથી.
છS
પરિણમનના ઉદ્દગમ કેન્દ્ર સાથે તદ્રુપતા ન સધાય ત્યાં સુધી સાધકને કોઈ વાતે ય લગીર ચેન પડતું નથી. આખરે અત્યંત અંતર્મુખી થઈ કેન્દ્ર સાથે એકરૂપ થઈ પરિણમનને પવિત્ર કર્યા બાદ જ સાધકનો જીવ હેઠો બેસે છે.
જીવ!તારે જો સંસારમાં રહેવું હોય તો પણ સમજદારી કેળવીને રહેવું ઘટે છે. મનનો તો સ્વભાવ છે કે એ અસંભવની માંગ કરે છે. ભાઈસંસારમાં બધું તારી મનોધારણા મુજબ કદીયેય બનવાનું નથી. તું ચાહે તેટલો ઉગ કે ઉધમાત કર એ મિથ્યા છે.
મનના મિથ્યા ઉધમાત શમાવવા હોય તો તત્ત્વજ્ઞાનનું શરણું લેવું સલાહ ભર્યું છે. એ માટે પણ સત્સંગ-સ્વાધ્યાયની ઘણી ઘણી આવશ્યકતા છે. નહિતર આ મન નાહકના ઉધામા કરી જીવની નિરંતરની શાંતી-સમાધિ હણી નાખશે.
સંસારમાં રહેવું હોય તો – સમજી જ રાખવું ઘટે કે – એ સંભવ જ નથી કે બધું તમારી મનસૂબી મુજબનું અને તમને અનુકૂળ હોય એવું જ બને - ના, એ બિલકુલ સંભવ નથી. ભલું તો એ છે કે સારૂ-નરસું ગમતું-અણગમતું જે બને તે સમભાવે સ્વીકારી લ્યો.
મન નહીં માને અને બળવો કરશે તો એની કીમતી ઉર્જાનો અપાર અપવ્યય થશે અને છેવટ હતાશ થવાનું જ બનશે – પણ સંસારનું સ્વરૂપ તો જેવું છે એવું જ રહેવાનું – ચાહે તો સ્વીકાર કરો ને ચાહે તો પ્રતિકાર કરો...જેવી તમારી મરજી.
ભાઈ ! પ્રતિકાર કરવામાં પાર વગરની ચતસિક શક્તિનો વ્યય થશે – અસફળતા મળશે તો ઊંઘહરામ થઈ જશે...અસહિષ્ણુતા વધી જશે ને માનસિક સંતુલન બગડી જશે. એના કરતાં સ્વીકારભાવમાં અકથ્ય સુખ-શાંતી-શાતા-સમાધિ-સંતોષ છે.