________________
૧૦૦
સાધનાપથ અને આત્મજ્ઞાન
વૈરાગ્યની વિપુલ વાતો કરવા છતાં જરાક મનગમતો વિષય આવે કે જીવ ગુલાંટ મારી રાગમાં રમમાણ થઈ જાય છે. ચિત્ત ડહોળાય જાય ને સ્થિરતા ગાયબ થઈ જાય પછી પાછો જીવ પુનઃ એવી આત્મસ્થિતિ પામવા વલખાં મારે છે !!
આહાહા...વીતરાગપંથની આટલા આટલા વરસોની આરાધના પછી ય હજું મને રાગ રૂચે છે ! આમ બની જ કેમ શકે ? શું વીતરાગનો માર્ગ અને રૂચ્યો-જથ્થો જ નથી – કે – વીતરાગનો રાહ મને કળાણો-ભળાણો નથી ?? તથ્ય શું છે?.
શાંતરસની થનગાઢ રૂચી જેણે માણી છે એવા પરમભાગ્યવાન મહાનુભાવોને, વીતરાગ પરમાત્માની પ્રતિમામાં...,એની શાંતરસનો ઉદધી લહેરાતો હોય એવી મુદ્રામાં..,જગતનું સર્વોપરી સંદર્ય દેખાય છે. વીતરાગમુદ્રા જોતાં જ એનું મન ઠરી જાય છે.
વીતરાગનો માર્ગ ખરેજ વિશ્વથી નિરાળો માર્ગ છે... એ માર્ગ કેવળ વીતરાગ થવા માટે છે. એ માર્ગ ચારગતીના ચકરાવામાં ભમવા માટે નથી. દેવો-ઇન્દ્રોના એશ્વર્યો પામવા માટે પણ વીતરાગ પરમાત્માનો પંથ નથી. નિશ્કેવળ નિર્વાણ અર્થે જ એ પંથ છે.
નિર્વાણની જેને અનન્ય રૂચી નથી નિર્વાણ પામવાની જેના પ્રાણમાં ઉત્કંઠા નથી; એવા ઉપદેશક વીતરાગની ગાદી ઉપર બેસવાને કે વ્યાખ્યાન દેવાને લાયક નથી. નિર્વાણની અનન્ય રૂચી નથી એને આત્મધ્યાનની રસધારા હજુ સંવેદના મળી કેમ કહેવાય ?
ચિદાનંદની મોજ, જાણી તેણે જાણી છે ને માણી તેણે માણી છે. એ પછી તો સચ્ચીદાનંદ સ્વભાવમાં સમાય જવાની જ અદમ્ય-અભીપ્સા રહે. પણ સત્-ચિત્ત-આનંદ સ્વરૂપની મોજ કાંઈ રેઢી નથી પડી. એ અર્થે અવલકોટીની સ્વરૂપ સ્થિરતા જામવી જોઈએ.
અનુભવની પરીપકવતાએ કરીને ત્રિભુવનના તમામ પદાર્થોની રતી નામશેષ બની રહે ત્યારે ખરી સ્વરૂપસ્થિરતા જામી રહે છે. જામ્યા પછી તો એની લિજ્જત અનિર્વચનીય છે. છતાં, ઝલક પામનારા પુષ્કળ હશે પણ અહોરાત્ર મસ્તિ માણનારા તો –