________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૯૩
---
પોતાનો અનુભવ સાખ ન પુરતો હોય એવા સત્યને વાચામાં લાવવા જ્ઞાની ઉત્સુક હોતા નથી. આથી જ્ઞાની ખૂબ ઓછું બોલે છે ને અજ્ઞાની બેફામ લવારો કરતાં હોય છે. એક શબ્દ પણ ખોટો ન બોલાય જાય એની જ્ઞાની કાળજી રાખતા હોય છે.
વાસ્તવિકદર્શન સાધવાનો મહાવરો ન હોય અને કેવળ કલ્પનાના જ ઘોડા દોડાવવાની ઘરેડ પડી ગઈ હોય તો જગતનું યથાર્થ-દર્શન થવું સંભવતું નથી. એથી સ્વાભાવિક વૈરાગ્ય પણ પ્રગટતો નથી ને... સ્વાભાવિક ત્યાગ પણ અસંભવ છે.
જDOS જગત જેવું છે તેવું યથાર્થ સ્વરૂપે નિહાળવું એ પણ ઘણી મોટી સિદ્ધિ છે. જગતને વાસ્તવિકતાની વધુ ને વધુ નિકટ રહીને જોવા-જાણવાનો જે ધરખમ પ્રયત્ન જ્ઞાની કરે છે એ ખરે જ સ્તવનાપાત્ર છે – વંદનીય છે.
કોઈ પૂર્વગ્રહ અર્થાત્ પૂર્વનિબદ્ધ માન્યતા અનુસાર જે દર્શન થાય તે વાસ્તવઃ દર્શન નથી. કોઈપણ વસ્તુ કે વ્યક્તિને પૂર્વગ્રહ અનુસાર જ દેખવા-પખવાની આપણી પુરાણી આદત છે એ ઘણી જ હાનીકારક છે. નિત્યનુત્તમ તાજું દર્શન કરવું ઘટે.
પોતાના મનનો અહર્નિશ ઊંડો અભ્યાસ જ્ઞાની કરતાં હોય છે. મન કેવા ચિત્ર-વિચિત્ર ખેલ ખેલે છે...,ઘડી ઘડીમાં એ કેવા રંગ બદલે છે ને કેવી રીતે આત્માને છેતરવા મથે છે એનો ગહન અભ્યાસ કર્યા વિના મનને જીતી શકાતું નથી.
મન...ક્યારેકેમાં ક્યા કારણવિશેષથી, વિમોહીત થઈ જાય છે એ જાણવા અસાધારણ ઊંડા ઊતરવું પડે છે...એ શા કારણથી હરખાય જાય છે અને શા કારણથી હતાશ થઈ જાય છે એ કોયડો છે. ખરે જ મનની ઉત્તેજનાઓના કારણો કળવા ઘણા દુર્ગમ છે.
જીવો જગતભરના વિષયોનો અભ્યાસ કરવા તલપાપડ છે – તત્પર છે – પરંતુ પોતાના જ મનનો અભ્યાસ કરવાની તત્પરતા દાખવતા નથીપ્રથમ મનને ગહેરાઈથી સમજવા અને પછી મનને સહૃદયતાથી સમજાવવા યત્ન કરવો ઘટે.