________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૯૧.
સ્વના અને સમષ્ટિના શ્રેયની ભાવના સારી છે પણ એ બંનેમાં પ્રથમ શું લક્ષનીય છે એ જીવે ગંભીરતાથી વિમાસવું જરૂરી છે. એ અર્થે અંતર્મુખ થઈ જવું પડેઃ જગતથી એકવાર ખોવાય જવું પડે, તો તે પણ કરવા યોગ્ય છે.
જ્ઞાનીઓ તો ગાગરમાં સાગર જેમ ગહન બોધપૂર્ણ વચનો વદે છે. ખરેખરો ખપી જીવ જ્ઞાનીના એક જ વચનના મનન-અનુશીલન વડે અનાદિ-અપૂર્વ એવી આત્મક્રાંતિ સર્જે છે અને ગ્રંથોના થોક ઉથલાવીને ય કોઈ ઠેરના ઠેર રહે છે.
પરભાવોમાં રહેલી “ઇષ્ટ-અનિષ્ટની કલ્પના' જ જીવને કામ-ક્રોધ ઇત્યાદિ વિકારો પ્રગટાવવામાં નિમિત્ત છે. જેને એવા ગમા-અણગમા ઉદ્દભવતા નથી અને કામ-ક્રોધ-ક્લેશાદિ વિકાર સતાવી શકતા નથી.
મગજમાં ગમા-અણગમાના મિથ્યા ખ્યાલ બંધાયેલા હોય તો જીવ જે ઇષ્ટ નથી તેને ઇષ્ટ માનીને અને અનિષ્ટ નથી તેને અનિષ્ટ માનીને અકારણ રાગ-દ્વેષ કરતો રહે છે...ગમા-અણગમાના તમામ ખ્યાલો દફનાવી દેવા જેવા છે.
જીવ ! આ ઇષ્ટ... અને આ અનિષ્ટ એવા તમામ ખ્યાલો કેવળ – લાંબા ગાળાથી સેવેલ – કલ્પનાની જ પેદાશ છે. તું ઇષ્ટ-અનિષ્ટની કલ્પના જ છોડી દે. એ કલ્પના જ અગણિત ક્લેશ અને કર્મબંધનનું કારણ છે.
જઈONS
એકવાર સુપેઠે આત્માભિમુખ થયેલો સાધક પછી આત્મવિમુખ થઈ રહી શકતો નથી, પરમશીતળતાનો સુપેઠે ઉપભોગ કર્યા પછી બળબળતા તાપમાં રહેવાનું કોણ-કેટલું પસંદ કરે ? – એમ આત્મિક શાંતિ સુપેરે અનુભવ્યા બાદ, એનાથી વિખૂટા રહેવાનું પાલવી શકે જ નહીં.
ડહોળામણ જ્ઞાનમાં છે અને ચારિત્રમાં તો એનું માત્ર પ્રતિબિંબ ઉઠે છે. જ્ઞાન ચોખ્ખું થાય તો આચરણ આપોઆપ નિર્મળ થયા વિના રહે જ નહીં. પણ જીવ સીધો ચારિત્ર સુધારવા મથે છે. – જ્ઞાન સુધારવાની તો એ દરકાર જ દાખવતો નથી !!