________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૮૯
મૂર્ણિત અને મૂઢ જીવ અમાપ વિપરીત વાછાઓ સેવી સેવી અંતહીન વિપર્યાસની વણઝાર સર્જે છે. હિત-હાનીનું ગહન ભાન નહીં જાગે ત્યાં સુધી વિમૂઢ જીવ વિવેક સભર વાંછા-પ્રાર્થનામાં નહીં આવી શકે. ગંભીરતાથી લક્ષમાં લેવા જેવી વાત છે.
જીવની દૃષ્ટિ જ એવી ક્ષુબ્ધ અર્થાત ડહોળાયેલી છે કે અસ્તિત્વમાં ઘટતી લાભદાયી ઘટના પણ એ પિછાણી શકતો નથી – ઉલ્ટો, આકુળ બની ખેદાય છે. લાભ-હાનીની પરિભાષા અધ્યાત્મ જગતમાં સાવ નિરાળી જ છે.
પરમાર્થી જોતાં જીવના હરખ-શોક તદ્દન તુચ્છ માલુમ પડે છે. આત્માને એવા કોઈ મહાન આનંદ કે વિલાપ સંવેદવા મળ્યા જ નથી. કોઈ એવી ગહન ગાઢ આધ્યાત્મિક વેદનાસંવેદના જીવે જાણી-માણી નથી. છતાં ગર્વનો પાર નથી !
અહાહા...અસંતોષની આગમાં તો જીવ મળ્યું છે એને માણી પણ શકતો નથી. અસંયમ અને અસંતોષના કારણે જીવને ઉપલબ્ધ સામગ્રી ભોગવતા ય આવડતું નથી. બસ કારમી મૂઢતામાં જ માનવભવ વેડફી નાખે છે...
બરે જ સંતોષપૂર્ણ હૃદય-થોડાથી પણ થોડું મળે તોય તૃપ્તિધારા અને પ્રસન્નતા વેદી શકે છે. જીવ જો અપેક્ષા જ અલ્પમાં અલ્પ રાખે તો જે મળે એનાથી પરિતોષ પામશે...એને પગલે પગલે પરિતોષ પ્રાપ્ત
થશે.
કંચનપાત્રમાં જમવાની કામના રાખે પણ કરમે કથીર પાત્ર લખાયેલ હોય તો એ જ મળવાનું છે. જીવ કકળાટ કરશે તો નવું પ્રારબ્ધ પણ હીન જ બંધાશે. સર્વસ્થિતિમાં સંતોષ ધરી, અખિન્નભાવે જીવવામાં જ શ્રેય છે.
-
DO
વિષયોથી વિરક્ત શીઘ થવાય તો તો પરમોત્તમ જ છે પણ શીધ્ર વિરક્ત ન થઈ શકાય તો પણ, મૂર્શિતભાવે કે મૂઢભાવે તો એનું સેવન ન જ કરવું હિતાવહ છે. ભોગના કાળે પણ યોગ સ્મરણમાં રહે એમ થવું ઘટે.