________________
૯O
સાધનાપથ અને આત્મજ્ઞાન
અગણિત ચક્રવર્તિ જેવા પરમ પુરુષોએ પણ જેનો પરિત્યાગ કર્યો છે એને છોડવાનું ધ્યેય તું જરૂર રાખજે જ રાખજે. વિષયોમાંથી પરિમુક્ત થવા શક્ય પ્રયત્નવાન અને પિપાસાવંત તો રહેવું જ રહેવું ઘટે.
ઉચ્ચ આધ્યાત્મિક આનંદ સંવેદાતો હોવા છતાં, ઇન્દ્રિયજન્ય રસ છોડવા જે સાહસ કરતો નથી એના જેવો આત્મઘાતી બીજો કોઈ નથી. એ આધ્યાત્મિક ક્ષમતાઓ ગુમાવશે અને કદીય ગાઢ આત્મસ્થિરતા પામનાર નથી.
અધૂરાં કે અસ્પષ્ટ જ્ઞાનના જોરે કોઈ પણ વૃત્તિ-પ્રવૃત્તિનો વ્યાપાર ખેડવો એ કમાણી કરવાને બદલે ખોટનો ધંધો કરવા જેવું છે. શા માટે જીવ જ્ઞાન સતેજ રાખીને સાધના કરવા સમુત્સુક નહીં થતો હોય ?!
પહેલું જ્ઞાન પછી ક્રિયા – એવું શાસ્ત્રો પોકારી પોકારીને કહેતા હોવા છતાં જીવ શા માટે જ્ઞાન ઝળહળાવવાને બદલે મૂઢપણે જ સર્વ આચરણ કરવા આગ્રહી હશે ? જ્ઞાનની કાળજી કરવાનું એને આકરૂને અકારું કેમ લાગે છે ?
જઈ જ્ઞાનમાં હયપણાનો નિર્ણય બંધાયા પછી પણ અનાદિ સંસ્કારનું જોર મંદ પડવું દુર્ઘટ છે. ઘણો સ્વચ્છ અને સુદઢ નિર્ધાર જ પૂર્વસંસ્કારને મહાત કરી અભિનવ વિમળ ચારિત્રનું નિર્માણ કરવા સક્ષમ થઈ શકે સુદઢ નિર્ધાર.
જ્ઞાની પણ ગાફેલ રહે તો સંસ્કારવશ ભૂલે-ભટકે એમાં અચરજ નથી. સંસ્કારનું જોર જાલીમ છે. અનાદિરૂઢ અવળા સંસ્કારો સવળો કરવા ઘણો ધરખમ પુરુષાર્થ આવશ્યક છે. એ અર્થે અત્યાવશ્યક છે અસ્મલિત-જાગૃતિ.
આવડો મોટો જન્મારો વ્યતિત થઈ ચૂક્યો તોય જાતનું જ હજું કાંઈ ઠેકાણું નથી અને જીવ સમષ્ટિમાં સુસંવાદ પ્રસરાવવાની મહેચ્છા રાખે છે . સ્વમાં એવો રમ્યભવ્ય સંવાદ પ્રગટ્યા વિના, સમષ્ટિમાં ખાખ સંવાદ પ્રગટાવી શકાશે?