________________
૮૨
સાધનાપથ અને આત્મજ્ઞાન
=
આત્મા સિવાય અન્ય કોઈપણ સ્થાને જામેલ ધ્યાનની અધ્યાત્મપથમાં ઝાઝી કિંમત નથી. હજારો વિષયોમાંથી સમેટાયને ધ્યાન અંતર્મુખ વળીને શુદ્ધાત્મને વિષય કરે – ચેતના શુદ્ધાત્મમાં તદ્રુપ બને – તેજ ધ્યાનની પરમાર્થે ખરેખરી કિંમત છે.
es એક આત્મધ્યાન કરો...ભવ્યાત્માઓ, એક આત્મધ્યાન કરો.બીજું કોઈ ધ્યાન ન કરો. ચેતના અહોરાત્ર આત્માને જ ધ્યાવતી રહે એવો અભ્યાસ કરો. આત્મધ્યાન જ મુક્તિનું અનન્ય કારણ છે – એમાં જ લયલીન-મશગૂલ થઈ જાઓ.
શુદ્ધ ચેતન્યનું નિરતર ધ્યાન કરવાથી ચૈતન્યનો અમાપ વિકાસ થાય છે. – ચૈતન્યની ગુણમત્તા ઓર જ ખીલી નીકળે છે. અહાહા...વાણીથી કેટલું કહી શકાય, પણ તમામ ગુણો એથી પૂર્ણ વિકસીત થાય
બાધક કારણો પિછાણ – હે જીવ – બાધક કારણો પિછાણ, તારુ ખુદનું જ આત્મહિત સાધવું એમાં તને શી બાધા નડે છે? યથાર્થ બોધનો અભાવ છે? યથાર્થ રુચિનો અભાવ છે? પરરુચિ મટતી નથી? આત્મહિતના અનંત આવશ્યક કામમાં શેની બાધા નડે છે?
યથાર્થબોધ તને ઓછો સાંપડેલ છે? – કે તે એને સ્મૃતિગત સારી રીતે કરેલ નથી? – કે બોધને અરણગત કરવા તું મહેનત કરતો નથી? – કે મહામહેનતે પણ એ બોધ સ્મરણમાં આવતો નથી? – ખરેખર શું બાધા છે? એનો શાંતચિત્તે વિચાર કર.
જDON છે વિરાગ પ્રેમી જીવ ! તારી પરરુચિ કેમ મટતી નથી ? શું તું વિવેકને પ્રદિપ્ત કરતો નથી કે અનાદિના સંસ્કાર જોર મારી જાય છે? કે તું બેહોશ રહે છો માટે પરરુચિ થઈ જાય છે? શું તારે પરરુચિ પરહરવી નથી ? કે હકીકત શું છે ? એ ગંભીર થઈને વિચાર.
મન થોડો થોડો સમય સાવ નિષ્ક્રીય શાંત રહે એ પણ જરૂરી છે. મન સહજ જ નિહલ શાંત રહેતું હોય તો એને નાહક સક્રીય કરવાનો પ્રયાસ ન કરવો. જ્યારે મન નિકલ હોય ત્યારે કશું ય કર્યા વિના, પોતાની શાશ્વત-અસ્તિ ધ્યાનમાં લેવી.