________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૮૧
સુખ વિશેની માન્યતા શી છે એના ઉપર જ મુક્તિ કે સંસાર નિર્મિત થાય તેમ છે. આંતરસુખ થોડુંઘણું પણ સંવેદાયું હોય અને એની તુલનામાં બીજા દુન્યવીની તમામ સુખો ફિકાં લાગવા મંડે તો મુક્તિ અંતઃકરણથી ઉપાદેય બને છે.
NOGI
જ્ઞાનીઓ સંસારસુખને તુચ્છકારે છે એ નિંદા નથી કરતા – પણ વાસ્તવઃમાં એમને એ સુખો તુચ્છ ભાસે છે —આંતરસુખની તુલનાએ.આંતરસુખ એવું નિરૂપમ, નિરાબાધ અર્થાત ઉપાધિ માત્રથી રહિત અને દુર્વિપાકોથી પણ તદ્ન રહીત છે!
@>
આંતરસુખ સંવેદવા રોજ ઘડી બે ઘડી ધ્યાન કરો... એની અસર આખો દિવસ અનુભવાશે. જૂઓ,મન એથી કેવું નિશ્વલ અને પ્રશાંત થાય છે. ધ્યાન ન જામતું હોય કે ન ફાવતું હોય તો પણ યત્ન કરતા એનો ઉકેલ અવશ્ય થશે.
GN
ધ્યાન અનહદ પ્રશાંતીનો પરિચય કરાવે છે. એવા સુખનો પરિચય કરાવે છે કે જેની ગહનતા અગાધ છે, – જે પૂર્ણ સ્વાવલંબી છે,− ગમે ત્યારે અનુભવી શકાય છે,—એ અમૃત ગમે તેટલું પીઓ તો ય ધરવ
થતો નથી.
-40F
ધ્યાન એવું જામી જવું જોઈએ કે, ધ્યાન કરવું ન પડે – આપોઆપ થયાજ કરે :- અર્થાત આખો દિવસ ધ્યાનમયી જ રહેવાય. બીજા કામો કરતા કરતા પણ આત્મધ્યાન અસ્ખલિત જામેલું જ રહે – એટલું બધું એ સ્વાભાવિક બની જાય...
ઇન્દ્રિયજન્ય તમામ રુચિ સમેટાય જાય – ઈંદ્રિયોમાંથી રુચિ પાછી વાળી લેવામાં આવે તો જ ધ્યાન એમાં જતું વીરમીને અંતરાત્મા ભણી વળે. ચિત્ત બહાર ક્યાંય પણ રોકાય જ નહીં અને આત્માભિમુખ શીઘ્ર વળી રહે તો સહજધ્યાન ઉપલબ્ધ થાય.
0
ઇન્દ્રિયજનીત સુખમાં જેને રતી છે – પ્રીતિ છે, એના ધ્યાનની દિશા બહિર્મુખ જ રહેવાની. બહિર્મુખ ધ્યાન તો આત્મઘાતક છે. ૫૨ કોઈનું પણ ધ્યાન નુકશાનકારક છે. – સ્વનું ધ્યાન જ સ્વભાવને ખીલવનારૂ – ગુણોને વિકસિત કરનારું છે.
-