________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૮૫
ગહન આત્મિક સ્વસ્થતા હોવી એ ઘણી વિરલ ઘટના છે. તન-મનથી ખૂબ ખૂબ સ્વસ્થ જણાતો વ્યક્તિ આત્મિક રીતે અસ્વસ્થ પણ હોઈ શકે છે – અને — તન-મનથી એવા સ્વસ્થ ન હોય પણ આત્મિક રીતે ખૂબ સ્વસ્થ હોય એવું પણ બની શકે છે.
705
અંતરતમની – નિગૂઢ અસ્તિત્વની, ગહન શાંતિ એ ઘણી વિરલમાં વિરલ સિદ્ધિ છે. ઘણી સઘન આત્મસ્થિરતાનું ફળ છે એ...બહારમાં ઉલ્કાપાત મચી જાય તો પણ અંદરમાં જરાય પાણી ન હલે એવી પ્રચૂરધન સમતા આત્મસ્થિરતાથી કેળવાય છે.
પોતાના ધ્રુવસ્વભાવને અનુકૂળ બની રહેવાની આદત જેણે કેળવી છે – ધ્રુવસ્વભાવને અતિક્રમીને કોઈ નાનું-મોટું કાર્ય જે કરતો નથી – બસ, ધ્રુવસ્વભાવને અનુકૂળ જ જે જીવે છે, એ એવી ગહન આંતરતોષની ધારા પામે છે, જે વચનાતીત છે.
18010
વિચારો વિચારો કર્યા કરતું મન એટલું જ વિચારે કે આટલાં બધાં વિચારો કરવાનું પ્રયોજન શું છે ? શું પ્રયોજન છે ? ...તો મનને પોતાની અનેકાનેક ભાંજગડોની વ્યર્થતા ભાનમાં આવશે – અને — વારંવાર પ્રયોજનનો વિચાર ઉગતાં, મન વૃથા વિચારોથી વીરમશે.
જીવનનો પરમહેતુ – પરમઉદ્દેશ જેની દૃષ્ટિ સમક્ષ સતત તરવરે છે એનું મન વ્યર્થ વિચારોમાં અટવાતું નથી. પોતાનો મહાન ઉદ્દેશ જપની જેમ વારંવાર સ્મરણમાં આવવો જોઈએ. આ ઉદ્દેશભાન જેટલું અવગાઢ હશે એટલી મનની બેહોશી દૂરને દૂર રહેશે.
70રૂ
જે વિચાર વલોણાથી લાભ થોડો હોય અને હાની ઘણી હોય – જેનાથી ઘણો સ્વરૂપ લાભ ચૂકાય જતો હોય ને તત્ત્વતઃ ખાસ ફાયદો ન હોય, એવા તમામ વિચારો સંયમી પુરુષ પ્રારંભથી રોકી દે છે. આથી જ પ્રાઃય એવા પુરુષો નિર્વિચાર જ રહે છે.
70
જો મનમાં કોઈ અસમાધાન વર્તતું હોય તો અત્યંત સુયોગ્ય એવી વિચારણા વડે તેનું સમાધાન સંભવી શકે એ બને પણ, વિચારણા વડે કંઈ ‘આત્મદર્શન’ પમાતું નથી: એ તો તમામ વિચારો શાંત થઈ જાય... મન નિશ્ચલ થઈ જાય...ત્યારે જ પમાય છે.