________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
ખરે જ સહજાનંદ માણવો એ ઘણી દુર્ઘટ વસ્તુ નથી. એ આનંદ જીવમાત્રને માટે ‘સહજ’ છે માટે તો એનું નામ સહજાનંદ રાખેલ છે. જ્યારે કોઈ ધન્ય પળે સહસા ચેતના ‘સ્વ’ ભાવમાં ઓતપ્રોત બની જાય; ત્યારે પારખું જીવ કળી જાય છે કે આ સ્વભાવતઃ ઊપજતો સહજાનંદ છે.
૫૪
70
એકવાર સહજાનંદ જાણી – માણી ચૂક્યા – એની પરખ આવી ગઈ – પછી પુનઃ પુનઃ એને માણવો આસાન બની જાય છે. સ્વભાવમાંથી ઉઠતો અકારણ આનંદ છે એ. એ આનંદના પ્રેમમાં પડેલો સાધક જગતના પ્રેમને આસાનીથી વિસરી જાય છે.
0
કોઈના પ્રેમમાં પડવું એ ઘટના કેવી આસાનીથી આખા જગતને નગણ્ય બનાવી દે છે ? કોઈના પ્રેમમાં તો એવું સાતત્યપણું કે ચીરસ્થાયીપણું પણ નથી . જ્યારે આત્માનો પ્રેમ તો સતત વૃદ્ધિમાન થતો વર્ણનાતીત પરાકાષ્ટાએ પહોંચી શકે છે... અનંત અસીમ,
70
કોઈ અન્યના પ્રેમનું તો ધૃણામાં પર્યાયાંતર ક્યારે થઈ જાય એ કહેવાય એવું નથી.....પ્રેમ અને ધૃણા એક જ સિક્કાની બે બાજું જેવા છે. પણ – આત્માનો પ્રેમ કોઈ વસ્તુ જ ઓર છેઃ એનું તો વધુને વધુ સઘનધન પ્રેમમાં પર્યાયાંતર થાય છે.
-
કોઈનો પ્રેમ તો હસાવે પણ છે અને ફસાવે પણ છે. ક્યારેક તો ખોબો ભરીને હસવાનું થાય ત્યાં બાલદી ભરીને રોવાનું પણ થાય છે. જનમ જનમ સાથે રહેવાના કોલ થોડા જ કાળમાં છૂટાછેડામાં પણ પરિણમે છે... હસવામાંથી ઘડીકમાં ખસવું થઈ જાય એવો એ પ્રેમ છે.
કોઈ અન્યના પ્રેમ વડે જીવની ભીતરની અનંત તૃષા છીપવાની નથી. હા, કદાચ શમવાના બદલે તૃષા વધુ પ્રગાઢ પણ બની રહે... એની ભીતર કેવી અનંત તૃષા ભરી પડી છે એ જીવને ખૂદનેય ખબર નથી. અનંતયુગોથી સંગ્રહાયેલી છે એ તૃષા.
70
અધ્યાત્મના રાહે પ્રત્યેક જીવોએ ભીતરની અનંત તૃષ્ણાને શમાવવાના ઉદ્દેશથી જ આવવાનું છે. તૃષ્ણાને શમાવવાનો ભૌતિક રાહ ભ્રામક અને અનર્થક છે એમ જાણી તે મૂકી જ દઈને કેવળ અધ્યાત્મ પરિસેવન સતત વધારવાનું છે... સતત.