________________
७४
સાધનાપથ અને આત્મજ્ઞાન
મનનું દમન ન કરવું એનો અર્થ એવો નથી કે મન માંગે તે બધું જ આપી દેવું...મનને કુનેહથી સમજાવવું-પટાવવું ઘટે. મનને સભાવનામાં એવું રાતદિન રમતું રાખવું ઘટે કે મનમાં દુર્ભાવના - ખોટી માંગ ઉઠવા જ ન પામે.
જ્ઞાનીઓનું મન પાગલ કે નાદાન નથી હોતું...જ્ઞાનીઓનું મન એના આત્માના કાબૂમાં હોય છે. મન એક સાધન છે – ઉપકરણ છે – એનો ક્યારે ક્યાં કેવો ઉપયોગ કરવો તે જ્ઞાનીના હાથની વાત હોય છે. અહાહા...જ્ઞાની મન પાસેથી જે અદ્ભુત કામ લે છે – એ તેઓ જ જાણે છે.
સાચા સાધકનું મન આખો દિવસ મંથન મંથનમાં જ હોય છે. એથી એના મનને નવરાં પડવાનો કે હરકત કરવાનો અવકાશ જ નથી હોતો. કદાચ મન હરકત કરવા જાય તો પણ એનું કાંઈ ઉપજતું નથી હોતું. આખરે મન પતિવ્રતા નારી જેવું થઈ જાય છે, પરમ આજ્ઞાંકિત.
કોઈ કુશળ વ્યક્તિ પોતાના અશ્વને એવો કેળવે, એવો કેળવે કે જોનારા દંગ રહી જાય એવા કામો એ અશ્વ કરી બતાવે. તેમ ખરો મુમુક્ષુ પણ પોતાના મનને કેળવી જાણે છે, અને એની પાસેથી ધાર્યા સમયે...ધાર્યું કાર્યલઈ જાણે છે.
આત્મજાગૃતિ ખીલ્યા પછી આત્મા તમામ મનોભાવોને નિહાળે છે – પેખે છે – સુપેઠે પિછાણે છે અને અપાતો યોગ્ય ન્યાય પણ આપે છે. આત્મા મનનો માલિક છે માલિક જાગરૂક હોય તો સેવક, સમજીને જ વર્તે એમાં અચરજ શું છે? કાંઈ નહીં.
આત્મા અજર-અમર છેઃ હું અજર-અમર છું – એમ બોલવાનો શું અર્થ છે? અંતરમાં કોઈ ઉજ્જવળ પ્રતીતિ છે કે હું અમર તત્ત્વ છું ? પોતાની અનંતકાળ લાંબી અતિ ભળાય છે? અંતરના ઊંડાણથી એવી પ્રતીતિ અનુભવાય છે ખરી?
હજારો એવા સત્યો આપણે બોલ્યું જતા હોઈએ છીએ – માત્ર ગોખેલા સત્યો – જેની કોઈ ઊંડી આંતર પ્રતીતિ આપણને નથી હોતી ! એવી આંતર પ્રતીતિ હોવી જ જોઈએ એવું આપણે માનતા પણ નથી!! આંતર પ્રતીતિયુક્ત એવા કેટલાં સત્ય આપણને જ્ઞાત હશે