________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૭૭.
પાછલી વયમાં, માનવીના મન-વચન-કાયાના વ્યાપારો મંદ પાડી દઈને કુદરત ખૂબ મોટો ઉપકાર કરે છે. એ એને મૌનપૂર્વક, ઊંડા મનનમાં સ્થિર થવા અર્થે અવસર આપે છે. મનને સ્વરૂપમાં કરવાનો અને તમામ વૃત્તિઓને ઉપશાંત કરવાનો એ દિવ્ય અવસર છે.
જઈONS કુદરત જે કાંઈ કરે છે એ ભલા સારૂં જ હોય છે...કુદરત માનવીને એના મૂળસ્વરૂપ ભણી પાછો વાળવા જ આતુર છે. કુદરતના સંકેતને સમજી, જે ખોવાયેલ ‘આત્મભાન તાજું કરવા સમુત્સુક બને છે – અંતર્મુખ થઈ સંતોષ-સમાધિ સાધે છે, એ ભવ સાર્થક કરી જાય છે.
મનના પરિણમનની અમાપ વિષમતાઓનું મૂળ શું છે? – ખોવાયેલું આત્મભાન એ જ સર્વવિષમદશાનું મૂળ કારણ છે. આત્મભાન જાગે તો મન સ્વરૂપમાં એવું વિશ્રામ પામે કે ભૂતની માફક એ ભૂતકાળના વિષય સ્મરણોમાં ભમતું રહેતું નથી.
વૃદ્ધાવસ્થા ભૂતકાળના ભોગસ્મરણો વાગોળવા માટે નથી: યોગ ખીલવવા માટે છે. યોગ અર્થાત્ : જોડાણ. – ચિત્તનું પોતાની ભીતરમાં રહેલ પરમાત્મા સાથે જોડાણ સાધવું એનું નામ યોગ. ખૂબ અંતર્મુખ બની જઈ પોતાના અંતર્યામીનું ધ્યાન સાધવાનો એ પરમ અવસર છે.
| જીવ! જો મુક્ત થવાતું હોય તો સર્વ બાહ્ય જંજાળથી તું હોંશપૂર્વક પરિમુક્ત થઈ જજે. તને એવો અવસર, કુદરતે આપ્યો હોય તો કુદરતનો ખૂબ ખૂબ પાડ માનજે. સ્વભાવમાં કરવાનો આ સુવર્ણ અવસર મળ્યો છે એમ જાણી તું સ્વભાવમાં ખૂબ ખૂબ ઠરી જજે...
વિષયો સામે ચાલીને છૂટવા જતાં હોય છતાં એને પકડી રાખવા મથે એના જેવો પામર બીજો કોઈ નથી. ચિત્ત સહજસાજ નિર્વિષયી-નિર્વિકાર રહેતું હોય છતાં, હાથે કરીને વિષય ચિંતન ઉભુ કરનાર જેવો મૂર્ખ બીજો કોઈ નથી. સમતા સુખનો અને પરિચય જ નથી.
વિષયસુખની પ્રગાઢ ટેવ...એનાથી છૂટવું અલબત્ત ઘણું કઠીન છે...રસક્ષીણ થઈ રહે તો પણ આદત મટતી નથી: મન ઝાંવા નાખ્યા કરે છે અને દુ:ખીત થાય છે. આમાંથી બચવા દઢ સંકલ્પ બળની જરૂરત પડે છે. જે ઘડપણમાં પ્રાય: હોતું નથી.