________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
સમગ્ર ચેતના અસ્તિત્વમાં ઓતપ્રોત બની રહે છે ત્યારે બીજું કશું ધર્મવિધાન કરવાનું રહેતું નથી. – માત્ર નિજાનંદનો જ અનુભવ માણી – તમામ કાર્યથી અલિપ્ત, કેવળ નિષ્ક્રિયપણે, આનંદને પણ જોતા-જાણતા, એના સાક્ષી બની રહેવાનું છે.
સહજાનંદ માણો ભલે – પણ આનંદ સાથે તન્મય-હુપ થવાનું નથી. એ વેળા પણ એકાકાર તો અસ્તિત્વમાં જ થવાનું છે. એક અર્થમાં ઉઠતા આનંદ પ્રતિ પણ સાવ ઉદાસીન થવાનું છે, ને ‘ચિત્ત' સ્વભાવલીન બન્યું રાખવાનું છે. ખૂબ મહત્વની વાત છે આ.
સતમાં સમાયા રહેવામાં જે નિપૂણ બની જાય છે, એ સહજાનંદની અમ્મલિત ધારા પામે છે. - અનિર્વચનીય શાંતિને પામે છે. – અગાધ તૃપ્તિની અખંડ ધારા પામે છે. – એની કામનાઓ અલોપ થઈ જાય છે. – એ સહજ નિષ્કામ દશાને પામે છે.
Ge સ્વરૂપની સાથે તાદાત્મ થતાં એવો ગાઢ પરિતોષ પ્રગટે છે કે અન્ય કોઈ વ્યક્તિ કે પદાર્થ સાથેનું તાદાત્ય આપોઆપ છૂટી જાય છે. આથી કામવાસના સ્વતઃ ક્ષીણ થવા માંડે છે અને ઉર્જાનું આત્મહિત ચિંતનમાં સહજ રૂપાંતરણ પણ થઈ શકે છે.
કામ એક પ્રબળ ઉર્જા છે – કામ શક્તિનું ઊર્ધીકરણ કરી એમાંથી ચિંતન-મનન-નિદિધ્યાસનની અર્થાત્ નિરંતર ચિંતવનની ક્ષમતા ખીલવવાની છે...જ્ઞાનાનંદ પ્રગટાવવાનો છે...તત્ત્વચિંતન-મંથન દ્વારા અગણિત અગણિત ભ્રાંતિ નિર્મૂળ કરી નિભ્રાંત-બોધ' પ્રગટાવવાનો છે.
GS અહાહા...કામની ઉજનો માનવી તત્ત્વચિંતનમાં ઉપયોગ કરે તો એક કેવો નિરાળી જ જાતનો આનંદ એ માણી શકે અને કેવું રડું આંતરસમાધાન પણ પામી શકે ? શક્તિનો નાહક દુર્વ્યય શાને કરવો – જો એનો ઉમદા સદ્વ્યય થઈ શકતો હોય...
વિષયોના વેગ સ્વતઃ મંદ થયા હોય તો હે જીવ! તું એને ખૂબ ભલું થયું જાણજે. કુદરતનો સંકેત છે કે તારે હવે સ્વરૂપમતા ખીલવવાનો અભ્યાસ સાધવો. તને તારા ભગવત્સ્વરૂપની પિછાણ કરવાનો અને એમાં લયલીન થવાનો મોકો મળ્યો છે.