________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
આપણી સચ્ચાઈ ગહન અર્થમાં સચ્ચાઈ નથી: એ ઓઢી લીધેલું આવરણ માત્ર છે. ખરી સચ્ચાઈ તો અંતસુમાંથી ખીલે છે. – અંતર સૂઝ વિના બહારથી ઉછીની જ લાધેલી નીતિ-રીતિ એ સચ્ચાઈ નથી: બીજું જે હો તે.
જથOS સ, અર્થાત્ ત્રિકાળ ટકી રહેનાર. ત્રિકાળ ટકનાર એવા આત્મામાંથી જે જ્ઞાન સ્કૂરાયમાન બને તે સત્ય. નિયથી સત્ય એ જ છે. બાકી ઉછીના લીધેલ મંતવ્યો – માન્યતાઓને વ્યવહાર-સત્ય કહેવાય છે; નિજય સત્ય નહીં.
વ્યવહાર સત્યથી આ આત્માને કેટલી નિસ્બત છે અને નિભય સત્યથી કેટલી નિસ્બત છે એ ખૂબ ગહન ગવેષણાનો વિષય છે. નિજય સત્ય કોને કહેવાય...અને એ કેમ કરીને પમાય એની વાસ્તવિક ગમ પણ લાધવી મહાદુર્લભ છે. એ માટે એવા તજજ્ઞ ગુરુની આવશ્યકતા છે.
સાચા સતુ'નો જીવને પરિચય નથી – મુદલ પરિચય નથી. એવા ગમ પમાડનારા સુજાણ પુરૂષનો સમાગમ ન થાય ત્યાં સુધી પીછાણ થતી નથી. તજજ્ઞ પુરુષનો પરિચય-સમાગમ થયા પછી પણ ઘણાને પિછાણ થતી નથી. વિરલને થાય છે.
જેને સત્ રચે છે એને બસ તુ જ રૂચે છે. પોતાના સચ્ચિદાનંદ સ્વભાવ સિવાય એને કશું ચતું નથી. અસત્ય તો એને દીઠું પણ ગમતું નથી. સતમાં સમાય જવાની જ અનન્ય અભીપ્સા એના હૃદયમાં ધબકે છે.
અહાહા...સતુમાં સમાયને, સત્ સાથે એકરૂપ થઈ જવા, જેની ચેતના પ્રતિપળ તડપી રહી છે એવા સતસ્વરૂપના આશકો પરમવંદનીય છે. સતુમાં જેની તન્મયતા થઈ એને એક ક્ષણ પણ સતથી વિખૂટા પડવું પાલવતું નથી.
સમાંતન્મયતા થવી – સતુમાં એકરૂપતા થવી – સતુમાં રસસમાધિ લાગવી એ કેવી અપૂર્વ, અપૂર્વ અપરંપાર આનંદની ઘટના છે – એની તજજ્ઞ સિવાય, અન્યને શું ગમ પડે ? ભીલના બાળકને ચક્રવર્તીના એશ્વર્યની શું ગમ પડે ?