________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૫૫
E
દસ ડગલાં અધ્યાત્મને રાહે ચાલ્યા...વળી, દસ ડગલાં પાછા ભૌતિક રાહે ચાલ્યા...એમ તો નાહકનો કાળ વ્યતિત થશે અને ઉભયમાર્ગથી ભ્રષ્ટ થવા જેવું થશે. માટે મનને ખૂબ ખૂબ મક્કમ બનાવી નિર્ધારિત રાહે જ નિષ્ઠાથી આગેકૂચ કરવી ઘટે છે.
DONS ધ્યાનના માર્ગમાં એક મોટો ખતરો એ છે કે ધ્યાન આત્મસ્થિરતારૂપ ન રહેતા ‘તરંગી બની જાય છે. જીવ અવનવા તરંગો કરે છે – તર્કવિતર્ક ચિંતવે છે – અને માને છે કે હું ધ્યાન કરી રહ્યો છું – એ ધ્યાન નથી પણ દુર્થાન છે. બહુ શોચનીય બાબત છે આ.
વિચાર..નકરાં વિચાર જ કર્યા કરવા એ વ્યાજબી નથી. બોલકું મન મોન - વિશ્રામ પામે એવી સ્વાનુભૂતિ ખીલવવી જોઈએ. વિચારમાંથી વિવેક અને વિવેકમાંથી આત્મારકતા પેદા થવી જોઈએ – જેથી આત્મધ્યાન સુગમપણે સાધી શકાય.
ઘણાં વિચારો કરવા છતાં જે કોઈ નિષ્કર્ષ ઉપર ન અવાતું હોય; વિચારોના વમળમાં જ સાધક ગળકાં ખાતો હોય ને એને તત્ત્વચિંતન થયું માનતો હોય તો એ નિજે ભૂલાવામાં છે. વળી આત્માના પણ વિચારો કર્યા કરવાના નથી: પ્રશાંતમને અનુભવ ખીલવવા આયાસ કરવાનો છે.
વિચારો સ્વાભાવિકપણે શાંત હોય ત્યારે અથવા વિચારો બહુ જોરમાં ન ચાલતા હોય ત્યારે ખૂબ ગંભીર થઈ શાંત બની જઈ – પોતાની ખરી અસ્તિ ગ્રહણ કરવા પ્રયાસ કરવાનો છે. બધી પરિભાષા ભૂલી જઈ, જેવો છે તેવો - 'હું'. અનુભવવા લગન લગાવવાની છે.
પોતાની ખરી અસ્તિ પકડવાનો વારંવાર પ્રયત્ન થશે તો જરૂર તે સફળ નીવડશે જ. ખોજવાનો પદાર્થ અને ખોજ કરનાર બે જુદા નથી – એક જ છે. સત્યનો ખોજક સ્વયં સસ્વરૂપ છે. પોતાની મૂળ અસ્તિ પરખી એના ધ્યાનમાં લીન થવાનું છે.
પુરેપુરો આત્મબોધ જ્ઞાનમાં આવી જાય તો પણ બોલકાં થવાનું નથી. મને આત્મજ્ઞાન લાધ્યું છે એવું જગતને દર્શાવવાની મુદ્દલ જરૂરત નથી. સત્યરૂષો કહે છે કે ‘સમજ્યા તે સમાઈ ગયા'. સ્વબોધ પામી સ્વમાં જેમ બને તેમ વધુને વધુ સમાઈ જવાનું છે.