________________
૬૮
સાધનાપથ અને આત્મજ્ઞાન
હું કાંઈ જ નથી; ખરેખર હું જે છું તે જ છું – બાકી, પુરૂષ કે સ્ત્રી, નાનો કે મોટો, ગૃહસ્થ કે સાધુ, એવું કશું હું નથી. હું કોઈથી મહાન પણ નથી ને હું કોઈથી હીન પણ નથી...હું આ - હું આ એવા બધા જ ખ્યાલો ભ્રમણા છે – હું એ કાંઈ જ નથી.
સાધનાની ઉત્કૃષ્ટસ્થિતિ એટલે હું પદનું વિલીનીકરણ. હું આ, હું તે, હું ફલાણો ઇત્યાદિ તમામ ભ્રામક ખ્યાલો ભેજામાંથી કાઢી નાખવા જેવા છે. હું એટલે કાંઈ જ નથી'. એવો ભાવ હવે ધરી હળવા ફૂલ જેવા બની રહેવાનું છે.
હુંપદનો ત્યાગ અને મારાપણાનો ત્યાગ કશું ય મારું માનવું નહીં. સાધકે કંઈપણ મારું ભાસે ત્યાં સાવધ થઈ જવું કે અહો, મારૂં કશું છે જ નહીં. મારા આત્મગુણો સિવાય જગતમાં સ્ત્રી, પુત્ર,મકાન. આબરૂ, ધન ઇત્યાદિ કશું ય મારૂં નથી. સાધકે ક્યાંય મારાપણાનો ભાવ કરવો ઘટે નહીં.
સત્ય સમજાવવાની પણ વેળા હોય છે. કવેળાએ સત્ય પણ બોલવા લાયક નથી. સામાનું હિત થતું દેખાય કે કમ સે કમ સામાનું અહિત થાય તેમ ન હોય, તો જ સત્ય બોલવું ઘટે છે. સ્વપરનું હિત ન થતું હોય તો વ્યર્થ વાણી વ્યાપાર શાને કરવો ?
કંઈ પણ બોલતા પહેલા, વિવેકપ્રજ્ઞા જાગૃત કરીને, અંદરમાં વિચાર્યા બાદ જ આવશ્યક એટલું બોલવું ઘટે છે.બેહોશીમાં બોલવું ઘણીવાર ભારે હાનીકારક નીવડી જાય છે. જેમ બને તેમ મીતભાષી થઈ બને તેટલા મૌન રહેવામાં ઘણો સાર છે.
સાચા પ્રાજ્ઞજન નિષ્ઠયોજન કોઈ ચેષ્ટા કરતા નથી. નિશ્ચયોજન વિચારો કરતાં નથી. નિષ્ઠયોજન વાણી વદતા નથી. નિશ્ચયોજન કોઈ ચેષ્ટા કરતાં નથી. નિષ્ઠયોજન હાસ્ય કરતાં નથી. વાત મુદ્દાની એ છે કે, એ એવા અંતર્લીન હોય છે કે પ્રયોજન વિના કોઈ બર્ડિચેષ્ટા કરવા રાજી જ નથી.
માણસ શું બોલે છે એ જેટલું મહત્વનું કે લક્ષનીય છે એથી વધું લક્ષની એ બોલવા પાછળ એનો આશય શું છે એ છે. કટુ વચન કહેનારનો પણ આશય ભલો હોઈ શકે છે. અને મીઠાં વચન બોલનારનો પણ આશય બૂરો હોય શકે છે. જ્ઞાનીનો આશય પખવો ઘટે.