________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
હે સાધક ! તારી ખરેખરી યોગ્યતા તો આ જ હોવી ઘટે કે જ્ઞાનીજનોના આંતરધ્વનિ સાથે તારા આંતરધ્વનિનો સુમેળ થાય. યોગ્યતાની વાત નાનીસૂની નથી. અગાધ મહાન વાત છે એ...યોગ્યતા ખીલવવા અગાધ પુરુષાર્થ કરવો યોગ્ય છે.
વાતે વાતે...જ્ઞાનીઓ જે કહે છે એ મને પણ અંતરમાં એવું જ બેઠું છે. – એમ પ્રતીતિથી સમજનાર જ્ઞાનીના આશયને – જ્ઞાનીના હાર્દન – જ્ઞાનીના કથનના તાત્પર્યને પામ્યો છે. એવો સાધક બહું ટુંકા ગાળામાં જ્ઞાની જેવી પરમ નિર્મળ આત્મદેશા પામી જશે.
અહાહા...જ્ઞાનીની આત્મદશા કેવી પરમ નિર્મળ હોય છે એ વાણીથી વર્ણવવું શક્ય નથી. કેવી એમની નિર્લેપતા...કેવો એમનો મનોનિગ્રહ...કેવી એમની સમદષ્ટિ... કેવી એમની સમતા...કેવી એમની નિર્ભયમસ્ત આત્મખુમારી...કશાનું વર્ણન શક્ય નથી.
ભયના ગાઢ ઓથાર નીચે જીવતા આજના માનવને શું અંદાજ આવે કે જ્ઞાનીની નિર્ભયતા કેવી પરમ ઉત્કૃષ્ટકોટીની હોય છે ? આબરૂ આદિ તમામ ભયો જ્ઞાનીએ જીતી લીધા છે. કેવી ધીરતા-વીરતાગંભીરતા...અહા, એ તો જ્ઞાનીના હાર્દશાની જ જાણે.
જ્ઞાની ગંભીર લાગતા હોય તો પણ જ્ઞાનીની ગંભીરતામાં ભીતર ગમગીની નથી – ચિત્તપ્રસન્નતા છે. જ્ઞાની જેવી ચિત્તપ્રસન્નતા કોઈની નથી. એમનું હૈયું હળવું ફૂલ જેવું હોય છે. દુન્યવી કોઈ ચિંતા-ગમ એમને સતાવતા નથી – હા, આત્મહિતની ચિંતા ક્યારેક અમર્યાદ બની શકે છે.
આત્માનું હિત કેમ થાય...એમ જ પ્રવર્તવું જ્ઞાનીને ગોઠતું હોય છે. દિન-રાત પ્રતિપળ એ આત્મહિતના કાર્યમાં જ રસનિમગ્નપણે લાગેલા છે. કેવું વિરાટ કાર્ય એ કરતાં હોય છે. અને કેવું વિરાટ – અમીતવિરાટ - કાર્ય એમની નજર સમક્ષ હોય છે !!
જ્ઞાનીની દષ્ટિમાં નશા જેવું ઘેન હોય છે. એ દષ્ટિ દિનરાત કો કલ્પનાતીત પરમ પ્રયોજનને દેખતી હોય છે. નિરંતર એ જ એમને નજરે તરવરતું હોય છે. આથી જ્ઞાનીની દૃષ્ટિમાં પરમ પ્રયોજનની લગની સિવાય બધું ગૌણ - નગણ્ય જેવું થઈ જાય છે.
.
,
જER Sછેર