________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૭૧
ત્રીજી ભાવના કરુણા છે. દીન-દુઃખી-પતીત પ્રત્યે અનુકંપાનો ભાવ. માર્ગ ભૂલેલા પોતાના આત્માની જેવી ગહન દયા આવે છે એવી જગતના તમામ ભાનભૂલેલા જીવો પ્રતિ કરુણા. પોતાને ઇષ્ટ નથી એવું કશું જગતના જીવોને પણ પ્રાપ્ત ન હો એવી અભ્યર્થના.
ચોથી મધ્યસ્થ ભાવના તદ્દન નિરાગ્રહી થઈ જવાનું સૂચવે છે. કોઈને સાચો રાહ બતાવવા જતાં એ કદાચ અનાદર પણ કરે તો ક્રોધ કે ખેદ ન કરતાં પોતાની સમતા એવી ને એવી બનાવી રાખવી: સત્ય પણ પમાડવા આક્રમક ન થવું એ મધ્યસ્થ ભાવનાની ગહેરાઈ અતળ છે.
સાધકે આ ચારે ભાવનાઓ ભાવી ભાવીને આત્મસાત કરવા જેવી છે. કોઈ પતનના રાહે હોય; વિમાર્ગના આગ્રહે ચઢેલ હોય; ભાનભુલ્યાં જેમ તેમ વદતા હોય – ઉલ્ટા આપણી પર આક્રમક થઈ જતાં હોય, તો પણ ઉપર્યુક્ત ચારે ભાવના હૈયે ધરી રાખવી.
અખીલ જગતમાં કોઈ એકાદ પણ આત્મા પરત્વે લવલેશ વૈરબુદ્ધિ કે પ્રતિવેરનો ભાવ ન રહેવો ઘટે.ગમે તેવો પ્રચંડ શત્રુ હોય તો એના પ્રત્યે પણ અંતકરણથી અવરભાવ. કોઈ ચાહે તેટલું પ્રતિકૂળ વર્તે તો પણ અર્વરભાવ – આ ઘણી મહાન સિદ્ધિ છે.
મનનું કામ નાજુકમાં નાજુક યંત્ર જેવું છે – એને જેમ તેમ જોર મારી નહીં સુધારી શકાય. ગમે તેમ જોર મારી સુધારવા જતાં તો ઉર્દુ એ યંત્ર ભાંગી પડશે – પછી એને સુધારતા પારાવાર મુશ્કેલી પડશે. માટે અજ્જડાઈથી નહીં, પણ શાણપણથી કામ લેવા જેવું છે.
GS મનનું પરિણમન ઘણું અટપટું છે...ક્યારેક એ પરિણમન સ્વતઃ સુસંવાદી હોય છે તો ક્યારેક વિસંવાદી. ક્યારેક એને સહજમાં સુધારી શકાય છે તો ક્યારેક ઘણો પ્રયત્ન કરવા છતાં ધાર્યું સુધારી શકાતું નથી. મજબૂરીથી એનો ખેલ જોતા રહેવું પડે છે.
જOS ઘણીવાર મનનું પરિણમન, સુધારવાના આયાસથી જ ડહોળાય પણ જાય છે. એવે વખતે એ પરિણમન સુધારવા યત્ન કરવાના બદલે પોતે ઠરી જવાનો પ્રયત્ન કરવો. પાણી ડખોળવામાં ન આવે તો કચરો આપોઆપ નીચે બેસી જાય તેમ મન આપોઆપ સમય જતાં ચોખ્ખું થઈ જશે.