________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
અંતરબોધ ખોલવા-ખીલવવા અપાર મહેનત લેવી પડે છે. પ્રત્યેક આચરણ સાથે ઉજાસમયી અંતરબોધનો સુમેળ સાધવો એ ઘણું ભગીરથ કામ છે. અંતરબોધને ગતિશીલ અને ઝળહળતો રાખવા ઘણા આંતરમંથન – સંશોધનની આવશ્યકતા રહે છે.
અંતરબોધને ખીલેલો રાખવા જે અવિરત શ્રમ કરે છે તે જ સાચો શ્રમણ છે. શ્રમ કરે તે શ્રમણ. આત્મભાનને જીવંત રાખવા તથા તત્ત્વજ્ઞાન ઝળકતું રાખવા જે અથાગ આંતરશ્રમ કરે છે તે જ ખરા અર્થમાં શ્રમણ છે. એવા શ્રમણ વંદનીય છે.
અંતરબોધને ખીલેલો રાખવા અવિરત શ્રમ કરવો પડે છે. એવું નથી કે આજે શ્રમ કર્યો હોય તે કાલે કામ આવે કે ગઈ કાલે કરેલો શ્રમ આજે કામ આવે. સતત નિત્યકૂન તપશ્ચર્યા કરવી પડે છે. અંતજ્ઞનની સ્પષ્ટતા સાધવા શ્રમ કરવો એ મોટી તપસ્યા છે.
અંતરબોધ ઝળહળતો હશે તો જ આત્મા જીવંત લાગશે... આત્માનું જીવન જીવી શકાશે. શાસ્ત્રમાં જ્ઞાન એ જ આત્મા કહેલ છે. ક્યું જ્ઞાન? ‘અંતર્ગાન'. માટે ગહેરી આત્મતા અનુભવવી હોય તો જ્ઞાનઅંતર્શાન ખુલેલું ખીલેલું તરોતાજાં રાખો.
અંતરબોધ જગાવવો હોય તો અંત:કરણ અત્યંત વિશુદ્ધ જોઈશે. અંત:કરણની વિશુદ્ધતા સાધવી ઘણી ઘણી જરૂરી છે. એમાં મંત્રી આદિ ચાર ભાવનાઓ પણ ખૂબ જ જરૂરી છે. ચારે ભાવનાઓની ગહેરાઈ ઘણી જ અગાઘ છે.
મૈત્રી અર્થાત્ જગતના તમામે તમામ જીવો પ્રત્યે મિત્રવત્ પ્રીતિ...જગતના તમામે તમામ જીવો પ્રત્યે અંત:કરણથી વૈરભાવનાનો અભાવ, વૈર-પ્રતિવૈરની ભાવનાનો જ ઘરમૂળથી અભાવ. હું જેવું આત્મીક ઇષ્ટ પામું છું તેવું જગતના તમામ જીવો પામો એવી મંગળ મંછા.
બીજી ભાવના પ્રમોદભાવના ઘણી મહત્વની છે. કોઈના સુખ-સૌભાગ્ય-ગુણગરિમા આદિ દેખીને ઇર્ષા નહીં પરંતુ પ્રમોદ અર્થાત્ ગહેરી પ્રસન્નતા. કોઈનો અભ્યદય દેખી આલાદ થવો. કોઈનો આત્મવિકાસ દેખી ઠરવું – આ મહાન પાત્રતા છે.