________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
વૃત્તિઓના ઉત્થાનથી કે મનના કોલાહલથી બહેકી જઈ જે ઊંડા અંતઃકરણને સુણતો નથી અને વારંવાર અંતરના સાચુકલા અવાજની ઉપેક્ષા કરે છે – એવા માનવીનું અંત:કરણ મરી જાય છે – એ માનવી હયારૂનો બની જાય છે.
જીંદગીમાં કેટલુંય જાણું છતાં અજાણ્યું જ રહી જાય છે. જાણવા છતાં ન તો એમાં આંતરપ્રતીતિનો રણકાર ભળે છે કે ન તો પુરૂં રહસ્ય જ્ઞાનગોચર થાય છે. વસ્તુ કે વસ્તુસ્થિતિ જાણવા છતાં, એનું અગાધ ગહન રહસ્ય આપણને થોડું પણ જ્ઞાત થતું નથી. એમ કેમ?
અધુરૂં જાણવું જ વિમોહ ઊપજાવે છે. ક્યારેક અધુરૂં જાણવું એ કરતાં ન જાણવું બહેતર હોય છે. વસ્તુસ્થિતિના તમામ પાસાઓ વિચારે તો મોહ, મિથ્યા-આસક્તિ દૂર થઈ સહજપણે વાસ્તવઃ બોધનો ઉદય થાય છે.
જાણવા માટે.યથાતથ્ય જાણવા માટે બીજો એક મહત્વનો ગુણ ઈમાનદારી છે. અંતરમાં જેવી છબી ઉઠે એવું જ યથાર્થ જ્ઞાન થવું જોઈએ. દા.ત...સંસાર ખારો ખારો એમ બોલ્યા કરે પણ અંતરમાં મીઠાશ વેદાતી હોય તો વ્યક્તિની એ ઈમાનદારી નથી.
સંસાર દર્શન હોય કે આત્મદર્શન...એ જેવું હોય તેવું – અર્થાતુ પોતાને જેવું પ્રતિભાસે એવું સ્વીકારવું જોઈએ. ભાઈ યથાર્થ દર્શન એ બહું મોટી વાત છે. પોતે જાતે અંદરમાં સત્ય ‘દર્શન ખીલવવા પૂરા પ્રમાણિક-દુષ્ટા' બની જવું જોઈએ.
યથાર્થ દર્શન ખીલવણીના નિરાળા રાહમાં ઉછીના સત્ય કામ નથી લાગતા. પોતાની અંતરસૂઝ ઉગાડવી પડે છે ને એ ઉગાડવામાં ઉછીના સત્યો કે ગોખેલા સત્યો આડા ન આવે તેની ખૂબ ખૂબ તકેદારી રાખી, યથાર્થ દર્શન’ ખીલવવા યત્ન કરવો ઘટે છે.
સંતો ગમે તે કહે - શાસ્ત્રો ગમે તે કહે - મતી ગમે તે કહે, પરંતુ મારું ઊડું અંતઃકરણ શું કહે છે ? – રાગ સારો કે વીતરાગતા સારી ? – ઉપાધિઓ જોઈએ છે કે પરમશાંતિ જોઈએ છે? – જન્મો કરવા છે કે અજન્મા થવું છે ? – ઇત્યાદિ સર્વ કરીને તલાસવું જોઈએ.