________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૫૯
કસ્તુરિયા મૃગની જેમ, જીવ હજું સુખ માટે બહાર ભટકે છે અને મિથ્યાભિમાન સેવે છે કે, સાચો રાહ મને મળી ચૂકેલ છે. સાચો રાહ સુઝી આવેલ હોય એ બહાર ફાંફા ઓછા જ મારે ? દિનરાત જીવ બહારમાં જ ઝાંવા નાખે છે ને પોતાને પંડિત માને છે ! પ્રાજ્ઞ માને છે !
70
મુગ્ધજીવ ! ડહાપણ ડહોળમાં ને, તને કાંઈ ખબર પડતી નથી. જ્ઞાન – વિજ્ઞાન કશું તું જાણતો નથી. તારી મોહમૂઢતા તો નિહાળ. ક્યું એવું નિર્મળ જ્ઞાન તે હાંસલ કરેલ છે કે આટલું ગુમાન સેવે છો ? તારી જાતનુંય રહસ્ય તું પામ્યો નથી ત્યાં જગતનું રહસ્ય તું ખાખ પામી શકવાનો છે ?
70
હ્રદયની એવી જળકમળ જેવી નિર્લેપતા ખીલ્યા વિના જ્ઞાનના ગૂઢ રહસ્યો પરિજ્ઞાત થતાં નથી. મોહાંધ માનવી યથાર્થ વસ્તુદર્શન દેખવા સમર્થ નથી. નિર્મોહી પુરુષોએ પક્ષપાત રહિતપણે વસ્તુનું જે વાસ્તવઃ સ્વરૂપ – યથાર્થ સ્વરૂપ પ્રબોધેલ છે, તે નિશ્ચે પ્રમાણ કરવા યોગ્ય છે.
70
નાથ ! મારૂ કોઈ ગજું જ નથી કે વિશ્વના યા જાતના ગહન રહસ્યો ઉકેલી શકું. મારી ગુંજાયશ ઘણી મર્યાદિત છે. મોહાધિન મારી મતી યથાતથ્ય વસ્તુદર્શન કરવા પણ સમર્થ નથી. હું સમ્યજ્ઞાન કેમ કરી અજવાળું – આપનો બોધ શી રીતે આત્મસાત્ બનાવું ??
70
મસ્તિ આવે... એના પણ સાક્ષી રહેવાનું છે...અર્થાત્, મસ્તિનો અનુરાગ કરવાનો નથી – પણ મસ્તિ જેના અવલંબને ઉઠે છે તે અસ્તિનો અર્થાત્ સ્વ'નો જ અનુરાગ ધરવાનો છે. ન સમજાય તો પુનઃ પુનઃ શોચીને આ પ૨મતથ્ય સ્મૃતિગત કરી લેવાનું છે. મસ્તિનો નહીં; અસ્તિનો અનુરાગ'
0
–
આનંદ ઉઠે – આનંદ મણાય – પણ અભિપ્રાયમાં મહિમા આનંદનો નહીં – કિન્તુ, આનંદના પણ સાક્ષી એવા શુદ્ધાત્મનો જ રહેવો જોઈએ. આનંદનું લક્ષ કરતા જો સ્વભાવનું લક્ષ લગની વિસરાણી તો આનંદાનુભવ ઓસરતાં ઊંડી ગ્લાનિમાં સરી પડાશે.
સ્વભાવની
-
10T
સંતો ‘સહજ’ સમાધિ સાધવાનું કહે છે – સહજનો અર્થ સમજાણો ? અહીં કઠીન વ્રત-તપ-જપની વાત નથી. શ્વાસોશ્વાસ જેમ સહજ છે તેમ આત્મસ્મરણ સહજ ઘટવું જોઈએ. અસમાધિના તમામ કારણો છોડી દો તો સમાધિ સહજ ઘટનારૂપે ઘટવાની છે.