________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૬૧
ખરેખર, વાયદો કરી મન આત્માને છેતરી જાય છે...વેળા વીતી ગયે કાંઈ નથી બનતું. કમાણીનો ખરખરો અવસર ઘડી બે ઘડીનો જ હોય છે. થોડી ઘડીનો એ અવસર દિર્ઘકાળના અન્ય પુરુષાર્થ કરતા પણ વિશેષ ફળદાયી હોય છે.
વૃત્તિઓના ઉત્થાન વેળા મનને મચક આપવા જેવી નથી, – જો પાછળથી પસ્તાવું ન હોય. ખરૂં પૂછો તો વૃત્તિઓનો અભ્યાસ કરવાનો એજ શ્રેષ્ઠ સમય છે. વૃત્તિઓ આખર શું છે – એના મૂળમાં શું છે? શેની મૂળ માંગ છે – ઈત્યાદિ સંશોધવાનો એ અવસર છે.
કોઈપણ વૃત્તિના મૂળમાં અનાદિનો તથા પ્રકારનો પડેલ સંસ્કાર કામ કરતો હોય છે. ચેતના ઉપર પડેલા ગાઢ સંસ્કાર સંમોહનનું કામ કરે છે – જીવ એના વેગમાં અંજાય જાય છે અને જોવાની સાચી દ્રષ્ટિ ગુમાવી, પૂર્વનિબદ્ધ ગલત ધારણાને જ અનુસરી રહે છે.
વૃત્તિના આવેગ ખાળવા...ઘણા કાળની સુવિચારણાઓના પ્રતાપે નિષ્પન્ન થએલો સુવિવેક – પ્રગાઢ સુવિવેક કામ આવે છે. ચેતનામાં સંચીત થએલો ‘પ્રદઢ-વિવેક' મોહના વળતા પાણી કરી, આત્માને ક્રમે ક્રમે વધુ ને વધુ ‘વૃત્તિવિજય'કરાવે છે.
જઈ વિતરાગના માર્ગ...વિતરાગતાની વૃદ્ધિના પથમાં...હરદમ આગેકૂચ કરતા સાધકને પૂર્ણ નિર્દોષ થવાની લગન લાગી હોય, ભીતરમની કુવૃત્તિઓને જીતવાની એને લગની જામી રહે છે. – દિનરાત વૃત્તિવિજય સાધવો એ જ એની ધૂન બની જાય છે.
ઠરહું.હરવું...ખૂબ ખૂબ કરવું...સ્વભાવમાં અત્યન્ત ઠરી જવું. ઠરેલા જ રહેવું એ વૃત્તિઓનું ઉત્થાન જ ન થાય એવો ઉપાય છે – એથી આત્મવૃત્તિ થવી આસાન થઈ જાય છે –કાળાંતરે ઘણી ઘણી નિર્જરા થઈ વૃત્તિઓ સહેજે જીતાય એવી થઈ જાય છે.
વૃત્તિવિજયના અભિયાનમાં સંગ્રામમાં – કરેલ ચિત્તનું કામ છે. ખોટી ઉત્તેજનાઓ તમામ શમી ગઈ હોય એવે વખતે પણ વૃત્તિઓને સમજવા –સંશધવા અનુકૂળતા રહે છે. ધીરપુરૂષનું આ કામ છે. ચિત્ત જેટલું વધુ કરેલું એટલું કામ બહેતર બને છે.