________________
૬૦
સાધનાપથ અને આત્મજ્ઞાન
અસમાધિના કારણમાં આપણી અનંત તૃષ્ણાઓ – કામનાઓ છે. અમર્યાદ ઇચ્છાઓ એ આપણા સંતોષગુણનો ઘાત કર્યો છે. પાયામાં એ મિથ્યાત્વ રહેલું છે કે પર વડે મારું સુખ છે. ભાઈ તમામ ઇચ્છાઓ મિથ્યા છે – દુઃખદાયી છે – અસમાધિ પેદા કરનાર છે.
પર વડે મારું સુખ – કે – પર વડે મારું દુઃખ... આ માન્યતા જ મિથ્યા છે – એ માન્યતા જડમૂળથી કાઢી નાખવા જેવી છે. મારા સુખ-દુઃખના કારણ મારા જ કર્મો – મારા જ પુરૂષાર્થ – મારો જ સ્વભાવ - મારી માન્યતાઓ, ઝંખનાઓ વિગેરે છે – અન્ય કોઈ જવાબદાર નથી.
તમારી કોઈપણ હાલત માટે અન્ય જીવને જવાબદાર માનવાનું ભૂલી જાવઃ એ માટે તમારું અજ્ઞાન જ મુખ્ય જવાબદાર છે. શિકાયત શું કરો છો ? તમારાથી પણ ખરાબ હાલતમાં પણ અનેક મહાનુભાવોએ ઉર્દુ મહાન આત્મહિત સાધ્યું છે.
આત્મહિત ન સધાવામાં કોઈ સંયોગો કારણ નથી. જીવની પામરતા અને પ્રમાદિતા જ કારણ છે. કડવું લાગશે પણ આત્મહિતની એવી ઉત્કટ લગની, એવી દિલની દરકાર નથી. જીવ ખરેખરી ખામી શું છે એ તલાશતો જ નથી ને સંયોગોને દોષ આપી છૂટે છે.
આત્માર્થ થવું હોય તો પોતાના નાના-મોટા અનેક દોષો પૂરી ઇમાનદારીથી દેખતા-પેખતા શીખવું પડશે. પોતાની પીઠ પોતે ન ભાળે એમ જીવ મહધ્યાયઃ પોતાના દોષો નિહાળી શકતો જ નથી. – ત્યાં દોષ કાઢવાનો ઉપાય તો શું કરે ? ક્યાંથી કરે ?
જીવનો આ એક અતિમહાન દોષ છે કે એ અંતરસૂઝ જાગે ત્યારે જ દોષ નિવારણ કે ભલી પેઠે ગુણગ્રહણ કરવાનો પુરૂષાર્થ સાધી લેવાના બદલે કાલ ઉપર કે ભાવિ ઉપર એ કાર્ય છોડી દે છે. – પોતે ભલી પેરે જાણે છે કે પછી કોઈ કાર્ય કદી બનતું જ નથી.
લોડું અગ્નિ ઉપર તપીને લાલચોળ થયું હોય ત્યારે જ ઘર નો ઘા કરાય તો ઘાટ ઘડાય. પણ વાટ જુએ ને લોટું ઠરી જાય પછી ઘા કરવાં નકામાં છે, એમ પુરુષાર્થની ખરી વેળા આવી હોય એ વખતે જ મહત્તમમાં મહત્તમ પુરુષાર્થ સાધી લેવો ઘટે.