________________
૫૮
સાધનાપથ અને આત્મજ્ઞાન
સુકોમળ આત્મભાવ જાળવી રાખવા ન્યાયી અંત:કરણની કેટલી આવશ્યકતા છે એ શબ્દોથી કથી જાતી નથી. સહુને આત્મવતુભાને નિહાળવા એ વાતોનો વિષય નથી. નાનામાં નાના જંતુને પણ આત્મતુલ્ય દેખવો એ એવા મહાન અંતઃકરણ વિના સંભવ નથી.
જેટલું સમષ્ટિનું ભલું ચાહનારૂ અંતઃકરણ હશે...કોઈ જીવ પ્રત્યે પણ અનાદરભાવ નહીં હોય...તેટલી સાધના વધુ શુદ્ધ અને ગહેરી સંભવશે. સ્વભાવમાં ઠરેલો સાધક, સર્વ જીવો એવી સ્વરૂપ દશા અનુભવે એમ સ્વભાવિક જ ચાહશે.
સાચો આત્મજ્ઞ કદિ ઉન્મત્ત થતો નથી પણ સ્વભાવમાં ખૂબ ખૂબ ડરી ગયો હોય છે. સાચા આત્મજ્ઞજનથી કોઈ ઉન્મત્ત ચેષ્ટા સહજ જ થતી નથી. એનામાં અનોખી સ્થિરતા અને સમજદારી હોય, પ્રત્યેક કાર્યવા પ્રસંગે એ ઔચિત્યપૂર્ણ જ વ્યવહાર કરે છે.
જાનીને જગતના કોઈ વ્યવહારો પ્રતિ અંતરંગથી નિસ્બત હોતી નથી. માત્ર જાળવવા ખાતર જ એ પરિમિત વ્યવહાર જાળવે છે. અંતરંગથી એ, તમામ એવા વ્યવહારો પ્રતિ ઉદાસ હોય છે. – છતાં આવશ્યક વ્યવહારનું ઔચિત્ય એ જાળવી લે છે.
ખરેખર તો આત્મજ્ઞપુરૂષ આત્મરણતા સિવાય બાકીના તમામ કાર્યો વેઠ માફક જ કરે છે. અર્થાત્ એમને કોઈ કાર્યોમાં હોંશ આવતી નથી. એકનો એક દીકરો પરણતો હોય તો પણ એ અંતરંગથી હોંશવાન નથી. ખરે જ જ્ઞાનીની આત્મદશા' જગતથી છેક નિરાળી છે.
જ્ઞાનીની આંતરડી પોકારે છે કે, હે જીવો, તમે બહારમાં હોંશ ન કરો...ન કરો. હરખઘેલાં થઈ પરભાવોમાં કાં રાચો છો? – ને સ્વભાવભાન કાં ભૂલો છો ? અહાહા...કેવો નિરૂપમ સ્વભાવ...અને કેવી નિરુપમ સ્વભાવમસ્તિ –એને એક પળ પણ ભૂલો નહીં.
જીવે એ અભિમાન છોડી દેવું ઘટે કે, પોતાને સાચો રાહ મળી ચૂક્યો છે. જો સાચો રાહ મળી ગયો હોય તો દશા આવી કેમ ? ઘણું મનોમંથન કરવા જેવું છે. વળી, સાચો રાહ મળી ચૂક્યો હોય તો નિઃશંકતા ઊપજેલ હોય...મુક્તિ હાથવેંતમાં દેખાતી હોય...મુક્તાનંદ સાક્ષાત્ મણાતો હોય.