________________
૬ર
સાધનાપથ અને આત્મજ્ઞાન
વૃત્તિઓના વેગોના ઉત્થાન કાળે ખામોશ રહી –સંયમપૂર્વક વૃત્તિઓને સમજવા – સંશોધવા ગહન ખંતથી લાગ્યા રહેવું એ ખરેખરા સત્વશીલ પુરૂષનું કામ છે. ગમે તે સમયે પણ અંતર્મુખ થઈ શકવાની એમની ગુંજાશ હોય છે.
વૃત્તિઓના વેગીલા પ્રવાહમાં તણાવું કે ન તણાવું એનો નિર્ણય જીવે અંતરાત્માથી કરવાનો છે મનથી નહીં. મન તો વૃત્તિમાં રાચવા જ રાજી છે. વૃત્તિના વેગને ખાળવા ઘણું સંકલ્પબળ જોઈએ છે – તો જ ઉત્થાન વેળાએ વૃત્તિ સામે જંગ ખેલી શકાય છે.
70 અનુભવી પુરુષો કહે છે કે જો તમારું સંકલ્પબળ ક્ષીણ થઈ ગયું હોય તો સાવ નાના નાના ગાળાના સંકલ્પો કરતાં રહી, પછી થોડો થોડો ગાળો વધારતા રહેવું. સંકલ્પબળ સુદઢ થયા વિના વૃત્તિ-પ્રવૃત્તિ પર નોંધપાત્ર અંકુશ નહીં મૂકી શકાય.
વૃત્તિઓને સંયમિત કરવા સંકલ્પબળ જેટલું બને તેટલું વધુ ખીલવવાની તાતી જરૂર છે. સંકલ્પ ભલે નાનો કરીએ . પણ એને પ્રાણના ભોગે પણ નિભાવવાની નેકદિલી અને ઝિંદાદિલી જોઈએ. એ માટે ખંત અને ખેવનાપૂર્વક વિવેક પ્રદિપ્ત પણ કરવો ઘટે છે.
જીવ શુભ સંકલ્પપૂર્વક થોડા થોડા કાળનો સંયમનો અભ્યાસ સાથે અને એમ સંયમનો આસ્વાદ માણતા થકા, સંકલ્પકાળમાં ધીમે ધીમે વધારો કરતો રહે, તો એનામાં આત્મશ્રદ્ધાનો ઉદય થાય છે કે હુ વૃત્તિઓના તોફાનોને જરૂર કાળાનુક્રમે પરિપૂર્ણ નાથી શકીશ.
જ્ઞાની પુરૂષોએ બતાવેલા સુસ્પષ્ટ રાહે આત્મોન્નતિ સાધવાના બદલે મનસ્વીપણે જે જુદી જ કેડી કંડારવા જાય છે, તે બહુધા મંઝીલે પહોચી શકતા નથી – અટવાય જાય છે. અને તેમ છતાં પોતાનો પૂર્વગ્રહ કે અહંકાર ત્યજી; જ્ઞાનીને અનુસરી શકતા નથી.
માણસ મદમાં ને મદમાં વર્ચી જાય અને જ્યારે પાછો પડે – ૫છડાટ ખાય ત્યારે પણ પોતાનો દોષ જોવાના બદલે કાં નિયતિનો દોષ કાઢે, કાં કર્મનો દોષ કાઢે – પણ પોતે તો નિર્દોષ જ હોય એમ જાતને બચાવવા લાખ બહાના કરે છે. - કેવી અસીમ આત્મવંચના છે આ ?