________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૫૩
હું શુદ્ધાત્મદેશા પામીશ જ. હું મારી ભગવદૂતના ઉદ્ઘાટિત કરીને જ જંપીશ...મરીને પણ હું પૂર્ણ આત્મવિશુદ્ધિ અને પૂર્ણ આત્મસ્થિરતા મેળવીશ...આવો અફર નિર્ધાર અને આત્મસાધના પ્રતિ અંતઃકરણની નિષ્ઠા હોય તો સાધ્ય ઉપલબ્ધ થાય જ થાય.
પરમાત્મા અને આપણી વચ્ચે અંતર હોય તો માત્ર એટલું જ કે એમણે જે જે ત્યાગું એને આપણે વળગી બેઠા છીયે ! આપણને તો ભગવચેતનાનું સુખ પણ જોઈએ છે અને ભોગોનું સુખ પણ જોઈએ છે !! પણ, આપ મૂઆં વિના સ્વર્ગે કદી ઓછું જ પહોંચાય ?
જઈOS આપણી જાત આખી ઓગળી જવી જોઈએ. આપણામાં હુંકાર કરતો હું' છે તે સાવ ઓગળીને અલોપ થઈ જવો ઘટે. ‘હું એટલે કાંઈ જ નથી' – “બિલકુલ કાંઈ નથી' – એવી સ્વસ્થિતિ બની જવી ઘટે...ત્યારે ભગવચેતનાના સોત અંતસમાંથી પ્રસ્કૂટે છે.
આખીને આખી જાતનું સમૂળગું રૂપાંતરણ કરવા આપણે તૈયાર છીએ ખરા ? આખા જગતની રુચિનું બલિદાન આપવા આપણે તૈયાર છીએ ખરા ? હું– પણું બિલકુલ ઓગાળીને નામશેષ કરી દેવા સુધી આપણે તત્પર છીએ ? તો ભગવચેતના સાકાર થાય, અન્યથા નહીં.
જીવમાં ગર્ભિત રીતે અનંત તૃષ્ણા પડેલી છે આખા જગતના તમામ સારા પદાર્થો એને જોઈએ છે. જ્ઞાની કહે છે કે જગતના કોઈ પદાર્થમાં સારા નથી – સારાપણું નથી, સારાપણું ભાસે છે એ કેવળ ભ્રમણા છે, – કલ્પના છે – બંધાઈ ચૂકેલી મિથ્યા ધારણામાત્ર છે.
ભીતરમાં ધરબાયેલી અનંત તૃષ્ણાનું અનંત સંતોષમાં રૂપાંતર કેમ થાય ? ત્રણે ભુવનના તમામ પદાર્થો પ્રત્યે સહજ ઉદાસીનતા ઉત્પન્ન કેમ થાય ? ગહેરામાં ગહેરી આત્મતૃપ્તિનો અનુભવ કેમ લાધે? આત્માની અનહદ શુદ્ધ સ્થિતિ કેમ સંવેદી શકાય ?
અધ્યાત્મની તમામ ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓ પામવી સહજ – સુગમ છે. – પરંતુ હકીકત એ છે કે આપણે સહજ નથી. સહજાનંદ માણવા જોગી સહજતા આપણામાં નથી. જો એવી યોગ્યતા હોય તો આ ક્ષણે જ સહજસુખ માણી – સંવેદી શકાય...