________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
જીવન આવું ગ્લાન અને મ્લાન બની ચૂક્યું છે છતાં ય, જીવ અનુભવ પરથી પણ બોધ નથી લેતો કે બાહ્યદૃષ્ટિ બની રહેવામાં કાંઈ સાર નથી. જીંદગી આમ ને આમ પુરી થવા આવી તો ય જીવને અંતરદૃષ્ટિ કરવાનું કે અંદરમાં ખોજવાનું સૂઝતું નથી !!
૪૯
--0
સુખ અંતરમાં છેઃ બહારમાં નથી.' – એટલું જ તથ્ય જો સુપેઠે જીવે ન જાણ્યું તો અનંતકાળમાં અનંત જાણપણું કર્યું એ બધું બેકાર છે. અનંતીવાર તારક પુરૂષો મળ્યા તો ય ઉપર્યુક્ત પરમ તથ્ય કેમ જીવના હ્રદયમાં બેઠું નહીં એ મહા અચરજનો વિષય છે.
0
અનંતા અજ્ઞાનીઓનો એક મત છે કે રાગમાં સુખ છે. – અને – અનંતા જ્ઞાનીઓનો એક મત છે કે રાગ દુઃખરૂપ અને દુઃખદાયી છે. – બેમાંથી કોણ સાચું હશે ? જીવે પોતે આંતર અવલોકન કરી કરી તપાસવું જોઈએ કે રાગ સુખરૂપ છે કે વ્યાકુળતારૂપ ?
70T
જીવ જ્યાંસુધી સત્ય નિર્ણય નહીં કરે અને ઉછીના અભિપ્રાયો ઉપર જ જીવતો રહેશે ત્યાંસુધી કોઈ પણ રીતે એનો બેડો પાર થવાનો નથી. જ્ઞાનીના પ્રત્યેક અભિપ્રાય સાથે પોતાની આંતર પ્રતીતિ ભળવી જોઈએ કે મારો સ્વાનુભવ પણ એમ જ કહે છે.
770
અનુભવજ્ઞાનની બલીહારી છે. શાસ્ત્રજ્ઞાન ઘણું હો તો હો પણ બલીહારી અનુભવબોધની છે. અનુભવજ્ઞાનનો જ ખરો મહિમા છે. અનુભવજ્ઞાનનો ઉદય થયા વિના કોઈ મુક્તિમાર્ગની સાધના કરી શકતું નથી. આખો મુક્તિમાર્ગ અનુભવજ્ઞાનનો માર્ગ છે.
કાશ, જીવનમાં માનવીને મોટાભાગે તો સ્પષ્ટ સૂઝ જ લાધતી નથી કે કરવું શું ? માનવી મોટાભાગે કિંકર્તવ્યમૂઢ રહે છે. જ્વલ્લે ક્યારેક અંતર્દશા ઉઘડે તો સાચી સૂઝ લાધે છેઃ પણ ત્યારે માનવી વાયદો કરે છે કે કાલ કરીશ ! કાલ શું ખાખ બોધ ટકી રહેવાનો છે ?
અંતરમાં સમ્યક્પ્રજ્ઞા ઉઘડવી બહુ બહુ દુર્ઘટ છે. જ્યારે એવી સંપ્રજ્ઞા ખીલે ત્યારે જ સાધનાનો સુવર્ણ અવસર છે. ઉઘડેલી અંતર્પ્રજ્ઞા પાછી બીડાવાની તો છે જ – એથી એ વેળાએ જ ગુણગ્રહણની અને દોષ નિકાલની મહત્તમ સાધના સાધી લેવી ઘટે.