________________
૪૬
સાધનાપથ અને આત્મજ્ઞાન
પ્રાર્થનામાં હૃદય પૂર્ણપણે ભળી, પૂર્ણપણે ગળી જવું જોઈએ. પ્રાર્થના આપણને આપણા અસ્તિત્વની વધુ ને વધુ ગહેરાઈ સુધી લઈ જનારી બનવી જોઈએ. પ્રાર્થના કરતાં કરતાં આપણે અંતર્મુખ થઈ પરમાત્મલીન – બ્રહ્મલીન બની જવા જોઈએ.
સાધકને જ્યારે ચોમેર – દશે દિશાથી – અંધકાર ઘેરાતો માલુમ પડે...એ તિમિર દળોને દૂર કરવા પોતાની સરિયામ અસમર્થતા ભાસે ત્યારે એના જીગરમાંથી અમાપ દર્દભરી પ્રાર્થના છૂરે છે...એથી જ અંતરની ભગવચેતના જાગી ઊઠે છે—જ્ઞાનભાનુનો ઉદય થાય છે.
પ્રાર્થના શું ચીજ છે...એ સાધક હૃદયનો આર્ત પોકાર છે. એ ચેતનને જગાવવા ઊઠતી ચેતનાની ચીસ છે. ચેતનના વિરહને કારણે ચેતનામાં ઊઠતો કરૂણ વિલાપ એ પ્રાર્થના છે. પ્રાર્થના દ્વારા અમાપ અમાપ પવિત્રતાનો પ્રાદુર્ભાવ થાય છે..
કહે છે કે ગંગામાં નહાવાથી બધા પાપો ધોવાઈ જાય છે...સાચી ગંગા તો આ પ્રાર્થના છે. સાધક હૃદયનું એ સદાય પરિશોધન કરે છે. પ્રાર્થનામાં લીન થતાં થતાં પરમાત્મામય બની જવાય છે–પ્રાર્થના એટલે ભીતરના ભગવાનથી તાદાભ્યતા.
પ્રાર્થનામાં વિદ્વતાની જરૂર નથી: કાવ્યમયી ભાષાની કે સૂરીલા કંઠની જરૂર નથી. હૃદયના ભાવો સુપેઠે અભિવ્યકત કરતા ન આવડે તો પણ વાંધો નથી. શિશુ જેવી કાલીઘેલી ભાષા હોય કે મૂક ફૂરણા હોય ભલે...પ્રાર્થનામાં તો જરૂર છેને કદીલની.
જરાક કોઈ અનુરાગ બતાવે ત્યાં જીવને ગલગલીયાં થઈ જાય...જીવ વીતરાગ થવાની વાતો કરે છે પણ ભીતરમાં વીતરાગતાની અભિરૂચી તો ઉત્પન્ન થઈ નથી ! જીવ ઝીણવટથી તપાસ તો કરે કે ભીતરમાં વીતરાગતા સુહાય છે કે રાગ સુતાય છે ?
આખો પક્ષ બદલવાનો છે...અનાદિ કાળથી જીવને રાગની અભિરૂચી છે...જીવ રાગ-દ્વેષને જ વારેવારે મમળાવ્યા કરે છે... વીતરાગી શાંતિની સ્પર્શના સુદ્ધાં આ જીવને કદી થઈ નથી...જો વિતરાગી શાંતિ સંવેદાતી હોય તો રાગ રૂચે નહીં પણ ખૂંચે–અપ્રિય જ લાગે.