________________
૩૦
સાધનાપથ અને આત્મજ્ઞાન
અલબત્ત, આત્માના પ્રદેશો સકળ દેહવ્યાપી છે. એથી આત્માનું ભાન પણ દેહપ્રમાણ અવગાહનમાં થાય છે છતાં દેહનું ભાન ત્યાં મુદ્દલ નથી. દેહ તો કેવળ જડ પ્રતિમા તુલ્ય જણાય છે. અંદરનો પ્રભુ જ કળાય - ભળાય છે.
શરીર એટલે જડ પરમાણુની લીલા. વિજ્ઞાન કહે છે કે, એક એક પરમાણુ અજબ રહસ્યથી ભરપૂર છે...પરમાણુની પણ શક્તિઓ અમાપ છે... પરમાણુનું સંચાલન પરમાણું પોતે સ્વયં કરે છે. આથી દેહની કોઈ કીયા - પ્રક્રીયા-વિક્રિયાનો કરનાર આત્મા નથી.
જે સમયે જે પદાર્થ કે જે અણુ - પરમાણુની જે સ્થિતિ થવાની નિયત હોય છે તે પ્રમાણે તે તે સમયે તેની તેવી તેવી સ્થિતિ સ્વયંભૂ થાય છે. આત્મા કેવળ અજ્ઞાન અને બ્રાંતીના કારણે માને છે કે પદાર્થમાં ફેરફાર મેં ક્યું છે. વસ્તુતઃ આત્મા જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે.
દેહથી ભીન્ન-પાંચ ઇન્દ્રિયના વિષયોથી ભિન્ન એવો અતીન્દ્રિય આનંદ જીવ સંવેદતો થાય છે એ પછી દેહનું મૂલ્ય એને મન સ્વતઃ નગણ્ય થઈ જાય છે. પોતે કેવી મહાન અસ્તિ છે એનું નિરહંકારી ભાન ઊપજે છે. ત્યારે દેહનું મુલ્ય મીઠાઈના (ખાલી) ખોખાં જેટલું જ થઈ જાય છે.
સમસ્ત ખોરાકનું પૂર્વરૂપ માટી છેઃ મૂળ માટીમાંથી જ સમસ્ત ખોરાક બને છે . અને એ ખોરાકમાંથી દેહ બને છે : માટે દેહ એ માટીના જ પુદ્ગલો છે. દેહ અલબતું અદ્દભૂત કરામતથી ભરેલો છે એ અલગ વાત : પણ માટીના મહેલની અંદર ચૈતન્યરાજા મોજૂદ છે ત્યાં સુધી બધી કરામત છે.
પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-આકાશ એ પંચતત્વો આ દેહના માલિક છે; જીવ નહીં. જીવ તો કેવળ પોતાના જ્ઞાનનો માલીક છે. પોતાના અનંત ગુણોનો માલીક છે. જીવ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. - બીજાની માલિકીનો ભાવ એ મોટું મિથ્યાત્વ છે.એ સૌથી મોટું પાપ છે.
શરીર સંપૂર્ણ યથાવતું પડ્યું રહે છે. એમાંથી કોઈ પદાર્થ ઓછો થતો નથી છતાં એમાંથી જે ચાલ્યો જાય છે, એ જ આત્મા છે. પાંચ મહાભૂતના સમુહને બાકાત કરતાં જે જડ નહીં એવું– જ્ઞાન કરનાર તત્વ – બચે છે તે પોતે છે -અરૂપી તત્વ.
ASS