________________
૩૮
સાધનાપથ અને આત્મજ્ઞાન
મનની સાથે અજ્જડાઈથી કામ નહીં લઈ શકાય. જેટલું કુમાશથી કામ લેવાશેઃ જેટલું કુનેહથી કામ લેવાશે; એટલું લાભદાયક નીવડશે. અજ્જડાઈથી કામ લેવા જતાં તો ઉલ્ટું ચેતનાને ઘણું મોટું નુકશાન થઈ જવાનો સંભવ છે. ખૂબ કળથી અને કોમળતાથી કામ લેવા જેવું છે.
70
સૌ સારાવાનાં થઈ જ રહેશે... સાધકને અખૂટ-અટલ શ્રદ્ધા હોવી ઘટે કે પરમાત્માની કૃપાથી સૌ સારાવાનાં થઈ રહેશે. એ સારાવાના થતાં અનંતકાળ લાગે તો પણ ખમવાની અખૂટ ધીરજ હોવી ઘટે. - તો થોડા કાળમાં સૌ રૂડાંવાનાં બની જ રહે છે. ધૈર્ય તો અનંત જોઈએ.
70
ઇષ્ટ ઉપલબ્ધિ ન થતાં ક્યારેક આત્મા અધીર પણ બની જાય છે... ક્યારેક થોડી પણ ધીરજ ધરવા માટે માંહ્યલો તૈયાર ન હોય એવી પણ સ્થિતિ સર્જાય છે. એકવાર અનિર્વચનીય સુખ-શાંતિ જોયા પછી એના વિના જીવવું બેકાર ભાસે છે... છતાં પ્રગાઢ-ધૈર્ય ધરી રાખવું એ જ હીતકર છે.
જી
પ્રકૃતિ દ્વારા પણ ક્યારેક સાધકના ધૈર્યની આકરી કસોટી થાય છે. ત્યારે ઠરેલ ચિત્ત બની; મનના પરિણમનને સંવાદી બનાવી રાખવું કપરૂ તો છે જ. . . પણ સિદ્ધિ સુધી પહોંચતા સાધકને આવી અનેક કસોટીમાંથી હેમખેમ પાર ઊતરવાનું હોય છે. પરમ સિદ્ધિનું મૂલ્ય તો ચૂકવવું જ રહ્યું.
1801
માનવીએ જે અસંભવ છે એને સંભવ કરવા મિથ્યા કોશિશ નહીં કરવી જોઈએ. જે ‘વિનાશી' છે એને ‘શાશ્વત’ બનાવવાનો વ્યામોહ શું કામ લાગે ? દુન્યવી પ્રીતને માનવી અનંત જન્મ સુધી ટકાવી રાખવાની ખ્વાહીશ ધરે છે ! - આ બધી બાળક જેવી બાલીશતા જ છે.
=
0
માનવીએ જે સંભવ હોય એને જ અર્થે ઉદ્યમ કરવો ઘટે. કાર્ય સંભવવાની જે રીત હોય તે રીતે જ કાર્ય થાય છે. રેતીમાં વહાણ ચલાવવા જીંદગીભર હલેસાં મારે તો ય ગતિ ન થાય. માટે કાર્ય થવાનું જે વિજ્ઞાન હોય – જે નિશ્ચિત વિધિ હોય – તે જાણી તદ્અનુસાર પુરુષાર્થ કરવો ઘટે.
=
70
મનને જીતવાની પણ કોઈ નિશ્ચિત વિધિ છે. આડેધડ યત્નો-પ્રયત્નોથી કોઈ હેતુ સરતો નથી. માટે જ નિપુણ સદ્ગુરુની જરૂર છે. એ વિના તરંગીપણે ચાહે તેવો ઉગ્ર પુરુષાર્થ કરવા છતાં પરિણામ સારૂ નહીં આવે. સદ્ગુરુની છાયામાં જ આસાનીથી મન જીતાય છે.