________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૪૧
શિષ્ય પોતાપર નિર્ભર ન રહે અને વહેલામાં વહેલો કેમ સ્વનિર્ભર બની રહે એ જ ગુરુની અભ્યર્થના હોય છે. ગુરુ પોતે અંતરથી અસંગી છે – નિજાનંદી છે – શિષ્યનો પણ સંગ એમને રૂચતો-જચતો નથી. કેવળ કરુણાથી જ એ થોડો સંગ કરે છે.
70
–
પોતાના મુક્તિના અનન્ય પ્રયોજન અર્થે કેવા સદ્ગુરુ ખોજવા – અવધારવા – એનો જેને વિવેક નથી એ સાધક અયોગ્ય ગુરુના હાથમાં જઈ પડી પારાવાર પરેશાન જ થાય છે. અને પોતાનું પરમ પ્રયોજન સુપેઠે સાધવા અસમર્થ બની જાય છે.
70
અધ્યાત્મ સાધનાના પરમપંથમાં જેમ જેને તેને ગુરુ બનાવી દેવા ઉચિત નથી એમ યોગ્ય ગુરુ વિના પણ નગુરા ચાલવા જેવું નથી...એવા સુયોગ્ય ગુરુની તલાસ તો સદૈવ ચાલવી જોઈએ જ. ખપ હોય તેને પદાર્થ મળી જ રહે છે એવો નિસર્ગનો અટળ નિયમ છે,
આ જગતમાં જ્યારે કોઈ એવા ૫૨મયોગ્ય ગુરુને એવા જ કોઈ પરમયોગ્ય શિષ્યની પ્રાપ્તિ થાય છે ત્યારે અમૃતના અનરાધાર મેહ વરસે છે. સૃષ્ટિની એ સર્વોત્તમ મંગળ ઘટના છે. બે ઉચ્ચ આત્માર્થી જીવોનું સાયુજય; એનું મહાત્મયગાન વાણીથી શું થઈ શકે ?
શિષ્યત્વ એટલે જ બોધગ્રહણની આતુરતા...શિષ્યમાં ગ્રાહકત્વ જેટલું પ્રબળ હોય તેટલા પ્રમાણમાં ગુરુ અંતરના અમી વરસાવે છે. સત્યને પામવાની આ ગ્રાહકતા – ઈંતેજારી જેટલી સઘન એટલું સત્યનું મર્મોદ્ઘાટન ગહનતાથી સંભવે છે.
70
સાથી, ધન, યશ, પદ, સામગ્રી ઇત્યાદિ જે કાંઈ આવે તેને આવવા ધો – અને જાય તેને જવા ઘો... જાય તેને પકડી રાખવા આગ્રહ ન ધરો...એ પક્કડ મિથ્યા છેઃ દુઃખદાયી છે. જીવનમાં જે આવે તેને આવકાર આપો અને જાય તેને સહર્ષ વિદાય આપો.
OF
ભાઈ, જીવન સતત પરિવર્તનશીલ છે; સવારે જોવા મળ્યા એવા ભાવો સાંજે જોવા મળતા નથી. સવારે કોઈ તમને એના હ્રદયના સિંહાસન પર પ્રતિષ્ઠિત કરે; સાંજે એ જ તમને તિરસ્કારવા પણ લાગે...આવી બધી બદલાહટો સંસારનો નિયમ છે.