________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
४3
પરમાત્મા મહાવીરદેવે “એકત્વભાવના પ્રબોધી છે. એનો સારાંશ એ છે કે જીવ એકલો જ છે. એકલો જ આવ્યો છે. એકલો જ જવાનો છેઃ એકલો સ્વકર્માનુસાર ફળોને ભોગવે છે. એને ભ્રમ છે કે બધા મારી સાથે છે – પણ, વસ્તુત: આત્મા એકલો જ છે.
પોતાના તમામ સુખદુઃખ માટે જવાબદાર પોતે એકલો જ હોય, જીવે સ્વભાવમાં ઠરીને સમજવું જોઈએ કે મારી વર્તમાન હાલત માટે જવાબદાર મારા સિવાય કોઈ નથી. મારી હાલતનો વિધાતા હું પોતે જ છું – અન્ય કોઈ વિધાતા કે વિભુ નથી.
પોતે જ જવાબદાર હોય... પોતે સ્વતંત્ર છે... ચાહે તો પોતાની હાલત પોતે જ સુધારી શકે છેઃ ચાહે તો બગાડી શકે છે. પોતે સ્વભાવ બાજુ વળે...સ્વભાવમાં સ્થિર થાય...તો નિષે આખા હાલ સમૂળગાં બદલાય જાય તેમ છે. વાત સ્વભાવ બાજું ઢળવાની છે.
દષ્ટિ વિભાવ (અન્યભાવ) બાજું છે તો દુઃખ જ દુઃખ છે...દષ્ટિ સ્વભાવ તરફ વળે તો સુખ જ સુખ છે. અન્યભાવોથી સમેટી લઈ સ્વભાવમાં દષ્ટિ જોડવામાં આવે તો સુખદુઃખના ધારાધોરણ જ સમૂળગાં બદલાય જાય છે. દષ્ટિ સ્વભાવમાં જોડવાની છે.
ભાઈ, સ્વભાવમાં ઠરવું એ કેવું સુખપ્રદ છે એ વર્ણન માત્રથી નહીં સમજાય એ તો જાત અનુભવથી ખ્યાલમાં આવશે. આ તો સકલ દુઃખમુક્તિનો ઉપાય છે. ઘણું કહેવાથી શું ? સ્વભાવમાં ઠરવા જેવું ત્રણ ભુવનમાં, બીજું કોઈ સૌભાગ્ય નથી.
દુનીયાની મહેફિલમાં ક્યાંય મજા માણવા જેવું લાગતું હોય તો ઘડી-બેઘડી મોજ માણી લેવી. . પણ ભૂલેચૂકેય ક્યાંય ચોંટવું નë. અલબત્ત,મસ્તિ માણવી છતાં ચોંટવું નહીં એ કેવું દુષ્કર કામ છે એ અમો જાણીએ છીએ...પણ એવી રીતે નિર્લેપ રહેતા શીખાય તો ખૂબ જ સારું છે.
અત્યંત ગતીમાન કાળપ્રવાહમાં બધાજ ભાવો તણાય રહ્યા છેઃ કોઈ ભાવ ઝાલ્યો ઝાલી રાખી શકાતો નથી. કોઈ ભાવને પકડી રાખવાની ચેષ્ટા એ નર્યું પાગલપન છે. તમારે પ્રવાહથી કશી જ નિમ્બત નથી–તમે માત્ર સર્વ પ્રવાહોના જોનાર છો જાણનાર છોએ ખ્યાલમાં લો.