________________ 15 તો શું દેવના અવતારમાં શુભ ભાવ કરી શકતે? અરે ! અહીં ઠીકરા જેવા વિષયે અને શકેવું ચાટવા જેવા સુખ મળ્યા છે, તો પણ સતત શુભ ભાવ નથી સાચવતા. તે શું દેવતાઈ વિષયે અને દેવતાઈ સુખ મળ્યા હોય ત્યાં શુભ ભાવમાં ઝીલતા રહેત? ઠીકરા જોઈ જોઈ હરખાય, એ હીરા માણેક જોઈ જોઈ ન હરખાત? એટલે દેવતાઈ અવતારમાં દિવ્ય શરીર-હીરા-માણેક-અપ્સરાઓ જોઈ જોઈ રાગ અને હરખને પાર ન રહેતા હોય, ત્યાં એના અંશે પણ ત્યાગના શુભ ભાવ શુભ અધ્યવસાય તો જાગે જ શાના? એ તે આ એકમાત્ર માનવ–જનમમાં દુન્યવી વસ્તુઓ પર વૈરાગ્યના શુભ ભાવ અને એના ત્યાગના શુભ ભાવ કરવા શકય છે. ત્યાં દુન્યવી સારા સારા ગણાતા મેહક પદાર્થો જોઈ જોઈ અને મનમાં લાવી લાવી એકેક દિવસમાં કેટકેટલી વાર દિલના ભાવ બગાડવાના થતા હશે? રેજના કેટલા સેંકડો અશુભ અધ્યવસાય કરાતા હશે? થોડા જ અશુભ ભાવની આદ્રકમારને કેવી સજા? : આદ્રકુમારના પૂર્વભવમાં આ જોવા મળશે કે કેવા થોડા જ અશુભ અધ્યવસાય કર્યા એમાં અનાર્ય દેશમાં પૂરાવાને દેશવટો મળે ! જાતના અશુભ અધ્યવસાયના યાને અશુભ ભાવના કટુ ફળ પિતાને કેવા ભેગવવા પડશે એની ગભ-રામણ થાય તે બીજાને અશુભ ભાવ જગાડવા પર અને અશુભ ભાવ જગાડનારી ભેટ આપવા પર ગભરામણ થાય; એમ બીજાને એવાં મેહના બેલ, કાધના બેલ, અભિમાનના એલ. કહેતાં પણ ગભરામણ થાય; સામાની દયા આવે કે આ બેલ સાંભળીને આને બિચારાને કેવા કામ-ક્રોધલેભના અશુભ ભાવ સળગશે! એના એને પરલોકમાં દ. ઈતિઓમાં કેવા ભયંકર ફળ ભેગવવા પડશે!” .