________________ ર૪૩ વિચારવાનું આ છે કે આટલે સુધીની ઉન્નતિ એ શાનું પરિણામ? જે એ લોભથી પણ સાધુ ન થયા હોત તે આટલે સુધી પહોંચત ખરા? ના, એ તો લેભથી પણ ચારિત્ર લઈ ચારિત્રધર્મની વિવિધ પ્રવૃત્તિઓ એમણે કરી એથી એમની અંતરની વૃત્તિઓ બદલાતી અને શુદ્ધ થતી આવી, અને શુદ્ધ ચારિત્રપાલન પર આવી જઈ જિનશાસનના એક પ્રભાવક આચાર્ય બની ગયા !