________________ 271 માટે અમારે એટલું જ કહેવું છે, હવે તમને આ એમાંથી જે ઈષ્ટ હોય ગમતું હોય તે કરો.” અહીં પ્રશ્ન થાય, - પ્ર– “જે ઈષ્ટ હોય” એમ કહીને શું આચાર્ય મહારાજે એમ કહ્યું કે તમને પાપ ઈષ્ટ હોય તો પાપ કરે ? જૈન મુનિ શું પાપ કરવાનું કહે? ઉ૦ ના, જે ઈષ્ટ હોય” એમ કહીને કહ્યું,-જે સુખ કે દુઃખ ઈષ્ટ હોય તે ઈષ્ટને માર્ગ લે.” ત્યારે જીવને સહજ રીતે સુખ જ ઈષ્ટ છે, દુઃખ કેઈને ય ઈષ્ટ નહિ. એટલે તો અનંત જ્ઞાનીઓ ધર્મ કરવાનું કહે છે છતાં એ જીવ કેમ નથી કરતો? કારણ કે જીવ ધર્મમાં કષ્ટ દેખે છે, દુઃખ દેખે છે. તેથી જ ધર્મ નથી કરતો. દુ:ખ જે ઈસ્ટ હાય તો ધર્મ કેમ ન વધાવી લે ? જીવને ઈષ્ટ સુખ છે. તેથી આચાર્ય મહારાજ અહીં કહે છે, “જો સુખ ઈષ્ટ છે, તે સુખને માર્ગ ધર્મ છે, પાપ નહિ. માટે પાપ છોડે ને ધર્મ કરે.” શિકારી રઠેડને બારેટની ચીમકી: પેલે રાઠોડ, ખબર છે ને, જંગલમાં શિકાર કરી પાછો ઘોડા પર ચાલ્યો આવતો હતો, ને ઘેડાને પૂછડે શિકારથી મારેલા સાત સસલાની હાર બાંધી હતી, તે રસ્તા પર ઘોડાની પૂંઠે સસલાના મડદા ઘસડાયા આવતા હતા. હવે રાઠોડ રસ્તો ભૂલ્યો, રસ્તાની ખબર નથી પડતી, એટલે ત્યાં સામેથી આવતા એક ચારણ બારોટને પૂછે છે - ભાઈ ! ગામને રસ્તે કો?”