________________ 273 ચારણ! આજે તેં મારી આંખ ખોલી નાખી. જા, આજથી મારે જીવનભર શિકાર ત્યાગ. તારે ઉપકાર માનું છું,' એમ કહી ચારણને ઈનામ આપે છે, ને ઘોડાને પૂછડે ગાઠેલી સસલાની હારને છોડી નાખી ગામને રસ્તો પૂછી રવાના. થાય છે. આચાર્ય મહારાજ અહીં દેશનાની સમાપ્તિમાં આ કહે છે સુખને માર્ગ ધર્મ, દુઃખને માર્ગ પાપ. સુખ કે દુખ જે ઈષ્ટ હોય તેને માર્ગ લે.” મતલબ, “તમને સુખ જ ગમે છે, તો સુખને માર્ગ ધર્મ અપનાવો.”