________________ 283 સહવામાં, અને ભયંકર ઉપસર્ગો વેઠવામાં કારમાં કષ્ટની ગણતરી ન રાખી કે કેટલું સહન કરવાનું? ધર્મની વાત આવે ત્યારે આપણે કેમ કષ્ટ સહવાથી. ભાગીએ છીએ? કેમ તન-મન-ધનથી એની પાછળ તૂટી મરતા નથી? કહો, ધર્મની એવી લગન ક્યાં જાગી છે? વિમળશાહ મંત્રીને આબુ ઉપર દેરાસર કરવાની અને. પરમાત્માની ભક્તિ કરવાની લગન લાગી હતી, તે એ કાળના. રૂપિયા અઢાર કોડ એક જ દેસાસર પાછળ ખરચી નાખ્યા!. વિજ્ય-વિજયાની ભક્તિ કરવામાં ચોરાશી હજાર મુનિઓની ભક્તિ કરવા-જેટલે લાભ છે” એમ કેવળજ્ઞાની કહે છે, તો આ હિસાબે વિચાર વિજય-વિજયાના બ્રહ્મચર્યની કેટલી ઊંચી કિંમત ! જે બ્રહ્મચર્યની લગન છે, તે એની પાછળ તૂટી પડવામાં શું કામ કમીના રાખવાની હોય?" મનને પણ એવું બનાવી દીધું, કે મનના અનાદિના વિષયરસને તોડી નાખે ! એ સમજતા હતા કે - જેમ જંગલના સિંહ મેટા મદોન્મત્ત હાથીની સામે, કાયર નથી બનતા, પરાક્રમી બને છે, એમ આ અલાયદાઅનેરા માનવજનમમાં મોહ અને કર્મની સામે તેમજ કષ્ટ અને તકલીફની સામે કાયર નથી બનવાનું, પરાક્રમી બનવાનું છે. એને જેમ પેલે સિંહ ગર્જના કરી પૂંછડું પછાડી જંગી મેટા મદોન્મત્ત હાથીને પડકારે કે “આવ, સામે આવ, તને તોડી નાખું છું, એમ આપણે કાયર-કંગાળ બન્યા વિના કર્મને ને મેહને પડકારવાના છે કે “આવે. સામે આવે, તપ–સંયમના જાલિમ કષ્ટ સહીને પણ હું