________________ 290 પણ પહેલાંનાના નાના મામુલી કષ્ટમાં મનને સારી ભાવનાએથી મનને ન બગડવા દેવાની શરુઆત કરીએ; પછી એમાં આગળ વધતા રહીએ; તો એક દિવસ એ આવીને ઊભા રહે કે જ્યારે શરીર પર ભારી ત્રાસ વરસતા હોય છતાં પણ મન ન બગાડીએ. મહાત્માઓ કેવી રીતે તૈયાર થયા? : મહાત્માઓ આ કરતા હતા. ચારિત્ર લીધું ત્યારથી આ અભ્યાસ કે પ્રતિકૂળતાઓનાં કષ્ટ વધાવવાનાં, ને એમાં મનને નહિ બગાડવાનું ને એ માટે મનને ઉત્તમ ભાવનાઓ આપતા. એમાં આગળ વધતાં અવસરે મોટા શારીરિક ત્રાસમાં પણ મનને વિકૃત થવા દેતા નહિ. આદ્રકુમાર મહાત્મા એજ કરી રહ્યા છે. કેમ જાણે ચારિત્ર જીવનમાં પહેલી સાધના કઈ? કષ્ટો આવકારવાની, અને મનને નિર્મળ રાખવાની. - કેમકે એથી તન અને મન ખડતલ બને, ને તે જ એના પર જ્ઞાન–ધ્યાન અને ચારિત્રના અનુષ્ઠાનની સાધના એકાગ્રભાવથી અને હર્ષોલ્લાસથી ચાલે. નહિતર જે તન-મન ખડતલ યાને સહિષણ ન હોય, તે ગમે તેવા ઉત્તમ શાસ્ત્રોના સ્વાધ્યાય વખતે પણ કઈ એવા સમરણ-ક્રર્શન-શ્રવણ થવા સંભવ ને તેથી વિહૂલતા થઈ મન બગડતાં સ્વાધ્યાયની એકાગ્રતા ઊડી જવાની ! સ્વાધ્યાયને આનંદ ઊડી જવાને ! એટલા જ માટે ધ્યાન ધરવા પહેલાં આ કરવું જરૂરી છે, કે નાની મોટી કષ્ટ કે પ્રતિકૂળતામાં મન ન બગડે. મન કષ્ટપ્રફ બની ગયું હોય