________________ 293 અથવા મનને આ ભાવના અપાય કે “આપણું બગાડનાર, આપણને મારનાર, આપણાં કર્મ અને કષાય છે. સામે જીવ તે માત્ર આપણું આ લોકને બગાડે છે, ત્યારે આપણે કોઇ આપણું દીર્ઘ પરલોકને બગાડે છે. સામે માત્ર આ જન્મને અપકારી છે; પરંતુ જીવ ! તું જે એના પર ક્રોધ કરીશ તો એ ક્રોધ તારા દીર્ઘ પર લેકને અપકારી થશે. આ જીવનકાળ તે બહુ ટૂંકે, જ્યારે પરલોકકાળ દીઘતિદીર્ઘ છે. એવા દીઘતિદીર્ઘ કાળના પર લોકને બગાડનાર ક્રોધને શું કામ મનમાં જગા આપું?” એમ, કોઈ આપણી નિંદા કરે છે, યા બહાર આપણે અપયશ ગવાય છે, તે મનને આ ભાવના આપવાની કે ફિકર નહિ, આમાં મારાં અશુભ કર્મ ભગવાઈને ક્ષય પામે છે. મારા અશુભ કર્મ વિના તો આ મારી હલકાઈ અપયશ થાય નહિ, પરંતુ હવે જોગવાઈને એ કર્મ કચરા સાફ થાય છે. કચરા સાફ થાય એમાં શું કામ નારાજ થવું ?" એમ, એવા પ્રસંગ જેવા સાંભળવામાં આવે દા. ત. વરસાદની હેલી થઈ, પ્રજામાં બળ થયે, કેઈને મેટર વગેરેથી અકસ્માત થયા, મૃત્યુ થયા,ઈત્યાદિમાં મન બગડવા જાય કે “આ કુદરત કેવી છે કે આટલો બધે વરસાદ ઝીંક્યો ? પ્રજાને અમુક વર્ગ કે હરામી કે હલ્લડ કરે છે? આ મેટર હાંકનારા કેવા હરામખેર કે આંખ મીંચીને હાંકે છે? આવાઓને તે” આમ મન બગાડીને કષાય કરીને શું વળવાનું? શું સુધરી જવાનું ? કશું નહિ. માટે